Ahmedabad : જજીસ બંગલો ચાર રસ્તા પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાના CCTV આવ્યા સામે, થયો ચોંકાવનારો ખુલાસો, જુઓ Video
અમદાવાદના જજીસ બંગલો ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના થોડા દિવસ પહેલા બની હતી. આ અકસ્માત સર્જનારા કારચાલકની ઓળખાણ થઈ હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક સગીર હોવાનું તપાસમાં ખુલ્યું છે.
રાજ્યમાં અવાનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના જજીસ બંગલો ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના થોડા દિવસ પહેલા બની હતી. અકસ્માતના 4 દિવસ બાદ અકસ્માત સર્જનારા કારચાલકની ઓળખાણ થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસની ધીમી કામગીરીને લઈને પણ આંગળી ચીંધવામાં આવી રહી છે. કાર ચાલક સગીર હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે મોબાઈલ લોકેશન અને CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. અત્યારે મહિલા જીવન -મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ અકસ્માતની ઘટના 28 ફેબ્રુઆરીના રોજ બની હતી. ઉલ્લેખનીય છે કે આ અકસ્માત સર્જાયો ત્યારે કાર સગીર ચલાવી રહ્યો હતો.
જૂનાગઢના વંથલી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના
બીજી તરફ જૂનાગઢના વંથલી-માણાવદર હાઈવે પર પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. કાર ચાલકે અડફેટે લેતા 10 વર્ષના બાળકનું કરૂણ મોત થયું હતું. હરિયાણાના પરપ્રાંતીય મજૂર પરિવારના બાળકનું મોત થયુ હોવાનો ખુલાસો થયો છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
