જલારામ બાપા વિશે કોમેન્ટ કરવાની સ્વામી જ્ઞાનપ્રકાશની કોઈ હેસિયત નથીઃ પરશોત્તમ રૂપાલા
જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન અંગે પરશોત્તમ રુપાલાએ કહ્યું કે, જલારામ બાપા વીરપુર સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવા સંત સામે બોલતા પહેલા, સ્વામીએ અરીસામાં જોવું જોઈએ. જલારામ બાપા અંગે નિવેદન કરનારા સ્વામી વિરુદ્ધ, સ્વામિનારાયણ સંપ્રદાય, અન્ય સંતો અને અનુયાયીઓએ જ કાર્યવાહી કરવી જોઈએ.
સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ, જલારામ બાપા વિશે કરેલ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ઠરે ઠેર રોષ વ્યાપી ગયો છે. સ્વામી જ્ઞાનપ્રકાશ સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ પણ ઉઠી છે. આવા સંજોગોમાં, રાજકોટના સાંસદ પરશોત્તમ રુપાલાએ પણ જલારામ બાપા અંગે બફાટ કરનારા સ્વામીને આડેહાથે લીધા છે. રૂપાલાએ તો સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના અનુયાયીઓને અપિલ કરી છે કે તેઓ જ આવા સાધુ સામે પગલાં ભરીને દાખલો બેસાડે.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ, જલારામ બાપા અંગે કરેલ ટિપ્પણી સામે ગુજરાત સહીત સમગ્ર દેશમાં પડધા પડ્યા છે. વીરપુર આજ મંગળવાર અને આવતીકાલ બુધવાર 5 માર્ચે બંધ પાળી રહ્યું છે. લોહાણા સમાજના આગેવાનો પણ આ વિવાદાસ્પદ સ્વામીને બોધપાઠ આપવા તૈયારી આદરી છે. તો સનાતન સંત સમિતીએ તો વડતાલ ધામને જ કારણદર્શક નોટિસ પાઠવી દીધી છે. આવામાં રાજકોટના સાંસદ પરશોત્તમ રુપાલાએ પણ સ્વામી જ્ઞાનપ્રકાશને આડેહાથે લીધા છે. રુપાલાએ કહ્યું કે, સેવા અને સદાવ્રતના ભેખધારી એવા સંત શિરોમણી જલારામ બાપા વિશે કોમેન્ટ કરવાની સ્વામી જ્ઞાનપ્રકાશની કોઈ હેસિયત જ નથી.
જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન અંગે પરશોત્તમ રુપાલાએ કહ્યું કે, જલારામ બાપા વીરપુર સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવા સંત સામે બોલતા પહેલા, સ્વામીએ અરીસામાં જોવું જોઈએ. જલારામ બાપા અંગે નિવેદન કરનારા સ્વામી વિરુદ્ધ, સ્વામિનારાયણ સંપ્રદાય, અન્ય સંતો અને અનુયાયીઓએ જ કાર્યવાહી કરવી જોઈએ. વિવાદાસ્પદ નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી ટાણે, રાજકોટ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર એવા પરશોત્તમ રુપાલાએ પણ ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના પડધા ગુજરાત સહિત સમગ્ર દેશમાં પડ્યા હતા.

સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !

એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી

26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
