ગુજરાત વિધાનસભા
વિધાનસભા એટલે રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા લોકોના મતથી ચૂંટાયેલા સભ્યોની સભા. વિધાન સભાના સભ્યોને ધારાસભ્ય અથવા વિધાનસભ્ય કહે છે. ગુજરાત વિધાનસભા એ ભારતના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારાસભા છે. તે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે.
હાલમાં વિધાનસભા 182 ધારાસભ્યો ગુજરાતના 182 મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે. ધારાસભ્ય કે વિધાનસભ્યની મુદત 5 વર્ષની હોય છે.
1960 માં ગુજરાત રાજ્યની રચના પછી સૌ પ્રથમ અમદાવાદ ગુજરાતની રાજધાની હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના હાલના ઓપીડી બિલ્ડીંગથી વિધાનસભાની કામગીરી શરૂ થઈ હતી. નવી રાજધાની ગાંધીનગરનું નિર્માણ 1971માં કરવામાં આવ્યું હતું.