Ahmedabad : માણેકચોકનું રાત્રી ખાણીપીણી બજાર એક મહિના માટે બંધ, જુઓ Video
અમદાવાદીઓની મનપસંદ ખાણીપીણીની બજાર માણેકચોક એક મહિના સુધી બંધ રહેવાનું છે. માણેકચોકમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈ AMC દ્વારા ડ્રેનેજ લાઈનનું કામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ડ્રેનેજની કામગીરી દરમિયાન માણેકચોકના વેપારીઓને બજાર બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

માણેકચોક એક મહિના માટે બંધ
વેપારીઓએ AMCના આ નિર્ણયને આવકાર્યો છે. માણેકચોક માત્ર ખાણીપીણી બજાર જ નથી. તે અમદાવાદની એક અનોખી ઓળખ પણ છે. દેશનાં સેલિબ્રિટીસ હોય કે વિદેશથી આવતા પર્યટકો માણેકચોક અવનવી વાનગીઓ ખાવા જાય છે. ત્યારે અમદાવાદની આ ઓળખ જળવાઈ રહે તે માટે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. માણેકચોક ફરી ધમધમતું થાય તેવી વેપારીઓ માગણી કરી રહ્યા છે.
AMCએ શહેરના મધ્ય ઝોનમાં 55 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી છે. હાલમાં તેના માટે સર્વેનું કામ ચાલી રહ્યું છે, જે પૂરુ થયા બાદ રિહેબિલિટેશન પ્રક્રિયા હાથ ધરાશે. આ કામના ભાગરૂપે, માણેકચોક બજાર એક મહિના માટે બંધ રાખવામાં આવશે.