Photos : વેબસીરિઝ આશ્રમની ‘પમ્મી પહેલવાન’ છે રિયલ લાઈફમાં સ્ટાઇલિશ, એક્ટ્રેસ અદિતિ પોહનકર મોડલ્સને પણ આપે છે ટક્કર, જુઓ ફોટો
એક ઇન્ટરવ્યુમાં અદિતિએ ખુલાસો કર્યો હતો કે તેને આમિર ખાનની 'દંગલ' માટે ઓડિશન આપ્યું હતું, ઘણા સમયથી પરદા પર રેસલરની ભૂમિકા ભજવવાણી ઈચ્છા ધારવતી હતી.

વેબ સિરીઝ આશ્રમથી દરેક હૃદયમાં સમાઈ રહેલી અભિનેત્રી અદિતિ પોહંકર વાસ્તવિક જીવનમાં ઘણી સ્ટાઇલિશ છે. આજે જ્યારે તેને મુંબઈમાં સ્પોટ કરવામાં આવી ત્યારે ફરી એકવાર સાબિત થયું કે તે પોતાને ઘણી શાનદાર રીતે ફોટોગ્રાફરો સામે રજૂ કરે છે.

તાઉ તે તુફાન બાદ ઘરની બહાર લટાર મારવા નીકળેલી આદિતીએ ખુલ્લા વાળ રાખ્યા હતા અને બ્લેક શૂઝમાં તે ઘણી આકર્ષક દેખાતી હતી

અદિતીએ આ વેબ સીરિઝમાં પમ્મીનો રોલ કર્યો હતો. આ આગાઉ તેને She નામની વેબ સીરિઝમાં કામ કર્યું હતું જેમાં તેને બોલ્ડ પાત્ર ભજવ્યું હતું. અદિતિ પોહનકર કહે છે કે," હું સફળતાની ભૂખી એક્ટર છું અને અને જ્યારે મને કોઈ સારી સ્ક્રીપ્ટ મળે છે તો તેમાં કામ શરૂ કરવા માંગુ છું.

મરાઠી અને તામિલ સિનેમામાં કામ કરી રહી અદિતિ માટે 2020 ઘણું સારું સાબિત થયું. આ સીરિઝને કારણે તે ભારતભરમાં છવાય ગઈ છે. ત કહે છે કે મારે કઇ પણ વસ્તુ માટે મારે કાઇજ કહેવાની જરૂર નથી. She વેબ સીરિઝ બ્લોક બ્લસ્ટર સાબિત થઈ છે. જ્યારે આશ્રમે પણ સફળતાના તમામ શિખરો સાર કરી લીધા છે

અદિતિએ પહેલવાન સંગ્રામ સિંહ પાસેથી કુશ્તી શિખીને આશ્રમમાં પહેલવાનનો રોલ કર્યો હતો.

અદિતિને જોઈને કોઈ એમ ન કહી શકે કે તે રોલ્સમાં ટાઈપકાસ્ટ થઈ જાય છે.

એક ઇન્ટરવ્યુમાં અદિતિએ ખુલાસો કર્યો હતો કે તેને આમિર ખાનની 'દંગલ' માટે ઓડિશન આપ્યું હતું. રંગમંચ થી મરાઠી ફિલ્મો અને હવે વેબ સીરિઝ સુધીની સફર ખેડી ચૂકેલી ઘણા સમયથી પરદા પર રેસલરની ભૂમિકા ભજવવાણી ઈચ્છા ધારવતી હતી.