PHOTOS: ખુશી કપૂરે સ્વિમસૂટ સાથે પહેર્યું લેધર પેન્ટ, જાણો સ્વિમવેરની કિંમત
ખુશી કપૂર (Khushi Kapoor) આ તસ્વીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જોઈને એવું લાગે છે કે કોઈ પ્રોફેશનલ અભિનેત્રી ફોટોશૂટ કરાવી રહી છે.

બોની કપૂર (Boney Kapoor) અને શ્રીદેવી (Sridevi)ની મોટી પુત્રી જાનવી કપૂરે (Janhvi Kapoor) બોલિવૂડમાં પગ મૂક્યો છે, પરંતુ શું તેમની નાની પુત્રી ખુશી કપૂર (Khushi Kapoor) પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે? હમણાં સુધી, આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી, પરંતુ ખુશી કપૂરના તાજેતરના ફોટોશૂટને જોતા લાગે છે કે તે પણ આ ચમકતી દુનિયામાં રંગાઈ ગઈ છે. (PS- Khushi Kapoor Instagram)

ફેશનની વાત કરવામાં આવે ત્યારે ખુશી કપૂરનો કોઈ જવાબ નથી. વેસ્ટર્ન આઉટફિટ્સ હોય કે ટ્રેડિશનલ, ખુશી કપૂરને દરેક સ્ટાઈલ સારી લાગે છે. હવે ખુશી કપૂરે જે ફોટોશૂટ કરાવ્યું છે તેના પરથી સાબિત થાય છે કે આ સ્ટાર કિડની ફેશન શૈલી અદભૂત છે. (PS- Khushi Kapoor Instagram)

ખુશીએ Ookioh ફેશન બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેમણે રેડ સ્વીમસ્યુટ પહેર્યું હતું. હોલ્ટર નેક વાળા આ સ્વિમસ્યુટમાં બાજુમાં કટ્સ આપવામાં આપ્યા છે, જે આ સ્વિમવેરને એકદમ સેક્સી બનાવે છે. (PS- Khushi Kapoor Instagram)

ખુશીએ આ સ્વિમસ્યુટ પણ ખૂબ સ્ટાઈલિશ રીતે પહેર્યો હતો. તેમણે તેને લાલ રંગના લેધર પેન્ટ સાથે કૈરી કર્યો હતો. (PS- Khushi Kapoor Instagram)

લાલ લિપસ્ટિક, લાલ બૂટ સાથે તેમનો એકંદરે દેખાવ આકર્ષક લાગ્યો. ખુશી કપૂર આ તસ્વીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. લાગે છે કે કોઈ પ્રોફેશનલ અભિનેત્રી ફોટોશૂટ કરાવી રહી છે. (PS- Khushi Kapoor Instagram)

જો આપણે ખુશીના આ સ્વિમવેરની વાત કરીએ, તો તેની કુલ કિંમત લગભગ સાત હજાર રૂપિયા છે. અમે અહીં ફક્ત સ્વિમસ્યુટની કિંમત કહી રહ્યા છીએ, લેધર પેન્ટની નહીં. ખુશીના આ ફોટાને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેમની મિત્ર અને કઝીન શનાયાએ ફોટા પર કમેન્ટ કરી - અનરિયલ. (PS- Khushi Kapoor Instagram)