Look A Like: આ મોડલ છે Emraan Hashmi નો હમશક્લ, Photos જોઈને ઓળખવું થશે મુશ્કેલ
અભિનેતા ઇમરાન હાશ્મી (Emraan Hashmi) શરૂઆતથી જ ચાહકોમાં તેમની શ્રેષ્ઠ એક્ટિંગ માટે જાણીતા છે. ઇમરાનના હમશક્લ મઝદાક જાનના ફોટા જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો.

બોલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મી તેમની શ્રેષ્ઠ એક્ટિંગ માટે જાણીતા છે ઇમરાનના લુકના ચાહકો દિવાના છે. પરંતુ કોઈ બીજું પણ છે જે એકદમ ઇમરાન હાશ્મી જેવો દેખાય છે. અમે વાત કરી રહ્યા છીએ ઇમરાન હાશ્મીના હમશક્લ મઝદાક જાનની. (ફોટો -@MazdakJanOfficial/Facebook)

મઝદાક પાકિસ્તાનનો રહેવા વાળો છે અને વ્યવસાયે એક મોડલ છે. મઝદાક ઇમરાન જેવો જ લાગે છે. ત્યાં સુધી કે તેની શૈલી પણ બોલીવુડ અભિનેતાની જેમ છે. (ફોટો -@MazdakJanOfficial/Facebook)

પાકિસ્તાની મઝદાક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકો ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા જોઈને મૂંઝવણમાં મુકાય છે. તે જ સમયે, મઝદાક હવે અભિનયમાં નામ કમાવવા માંગે છે, જોકે તેણે હવે મોડેલિંગમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. (ફોટો -@MazdakJanOfficial/Facebook)

એક ઇન્ટરવ્યુ દરમિયાન, મઝદાકે કહ્યું કે માત્ર ચહેરાને કારણે જ તે રાતોરાત સ્ટાર બની ગયો છે. તે કહે છે કે હું ઇમરાનનો ચાહક છું અને આશા છે કે જ્યારે ઇમરાન હાશ્મીને આ ચાહક વિશે જાણ થશે ત્યારે તે પણ ખૂબ ખુશ થશે. (ફોટો -@MazdakJanOfficial/Facebook)

પહેલીવાર મઝદાકનો ફોટો જો કોઈ અચાનકથી જોશે, તો તેના માટે ઓળખવું મુશ્કેલ રહેશે કે તે મઝદાક છે કે ઈમરાન હાશ્મી છે. (ફોટો -@MazdakJanOfficial/Facebook)

મઝદાકની પણ પોતાની એક ફેન ફોલોઇંગ છે. ઇમરાનના આ હમશક્લના ફોટાની તેના ચાહકો રાહ જોતા હોય છે. (ફોટો -@MazdakJanOfficial/Facebook)