આ ફિલ્મમાં 12 સેકન્ડ માટે ખર્ચ કરાયા 3 કરોડ! બે-ત્રણ ફિલ્મ બની જાય એટલું તો માત્ર પ્રમોશન માટે બજેટ
'કલ્કી 2898 એડી'ના મેકર્સ આ ફિલ્મને 27 જૂને રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન, દિશા પટણી જોવા મળશે.
કલ્કિ 2898 એડીના પ્રમોશન માટે કરોડો રુપિયાનું બજેટ છે. ગત્ત વર્ષે તેમની ફિલ્મ સાલાર રિલીઝ થઈ હતી. જેનાથી બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. ત્યારબાદ ચાહકોની નજર અભિનેતાની કલ્કિ 2898 એડી પર ટકેલી છે. આ ફિલ્મથી પ્રભાસના લુકના ફોટો પણ સામે આવી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ મોટા બજેટની ફિલ્મ છે. મેકર્સ પણ આ ફિલ્મને હિટ કરવા માટે કોઈ કસર છોડી નથી. ત્યારે હવે ફિલ્મનું બજેટ મોટું છે લેટેસ્ટ રિપોર્ટ મુજબ ફિલ્મના પ્રમોશન પર પણ ખુબ પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
કલ્કિ 2898 એડીનું કુલ બજેટ 600 કરોડ
હાલમાં પ્રમોશનલ વીડિયો માટે 3 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. જે માત્ર 12 સેકન્ડનો હતો, બજેટની સાથે આનું પ્રમોશનલ બજેટ અલગ રાખવામાં આવ્યું છે.પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન સ્ટાર કલ્કિ 2898 એડીનું કુલ બજેટ 600 કરોડ કહેવામાં આવી રહ્યું છે.
ફિલ્મને લઈ કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સ આના પર કોઈ જોખમ લેવા માગતુ નથી. પ્રમોશન માટે પણ કરોડો રુપિયા ખર્ચ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આટલી રકમમાં તો શેતાન જેવી ફિલ્મ બની જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, 22 મેના રોજ મેકર્સ ફિલ્મના પ્રમોશન શરુ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રમોશન માટે આટલું બજેટ લીધું
રિપોર્ટ અનુસાર આઈપીએલ 2024 મેચ દરમિયાન કલ્કિ 2898 એડીના 12 સેકન્ડનું પ્રમોશન કર્યું હતુ. આ માટે મેકર્સે 3 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. હવે મેકર્સે પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડીના પ્રમોશન માટે 40-60 કરોડ રુપિયાનું બજેટ રાખ્યું છે. જેને લઈ હજુ કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. જો મેકર્સ આટલો ખર્ચ કરશે તો રસપ્રદ રહેશે કે, રિલીઝ બાદ ચાહકો અને દર્શકો આ ફિલ્મને રિસ્પોન્સ કેવો આપે છે.
તમને જણાવી દઈએ કે, નાગા અશ્વિન દ્રારા નિર્દેશિત અને વૈજયંતી ફિલ્મ દ્વારા નિર્મિત ફિલ્મ કલ્કિ 2898 એડીને અનેક ભાષામાં રિલીઝ કરવામાં આવશે. હિન્દી, ઈંગ્લિશને લઈ સાઉથમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ સાયન્સ ફિક્શન આધારિત છે.
પ્રભાસની આ ફિલ્મની રિલીઝની વાત કરીએ તો આ 27 જૂન 2024ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે. ચાહકો અને પ્રભાસના ચાહકો આ ફિલ્મની રિલીઝને લઈ રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : IPL 2024 : આઈપીએલ મેચ જોવા અમદાવાદ પહોંચ્યો ઓરી, માણેક ચોકમાં ખાધી સેન્ડવીચ જુઓ વીડિયો