IPL 2024 : આઈપીએલ મેચ જોવા અમદાવાદ પહોંચ્યો ઓરી, માણેક ચોકમાં ખાધી સેન્ડવીચ જુઓ વીડિયો

અમદાવાદમાં આઈપીએલની મેચ જોવા ઓરી અને જાહ્નવી કપૂર બન્ને પહોંચ્યા હતા. આ દરમિયાન આ બંન્ને સ્ટારે અમદાવાદના ફુડની પણ મજા માણી ગુજરાતી થાળીનો સ્વાદ લીધો હતો. ઓરી તો અમદાવાદના ફુડ બજાર માણેક ચોકમાં પણ પહોંચ્યો હતો.

IPL 2024 : આઈપીએલ મેચ જોવા અમદાવાદ પહોંચ્યો ઓરી, માણેક ચોકમાં ખાધી સેન્ડવીચ જુઓ વીડિયો
Follow Us:
| Updated on: May 23, 2024 | 4:43 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોમવારે કોલકાતા અને હૈદરાબાદની મેચ રમાઈ હતી. જેમાં શાહરુખ ખાનની ટીમે જીત મેળવતા જ બોલિવુડ સ્ટાર જશ્નમાં જોવા મળ્યો હતો. કેકેઆરની જીત બાદ શાહરુખ ખાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ચકકર લગાવી ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો, બોલિવૂડના કિંગ ખાન પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવ્યા હતા.બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા આજે બપોરે KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

શાહરૂખ ખાનના તમામ રિપોર્ટ હવે નોર્મલ આવ્યા છે. બુધવારના રોજ આઈપીએલ 2024ના એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુને હાર આપી હતી. આ દરમિયાન પણ અનેક બોલિવુડ સ્ટાર અમદાવાદ પહોંચ્યા હતા.

ચાહકો ઓરી ઓરીની બુમ પાડતા જોવા મળ્યા

ઓરહાન અવત્રામાણી ઉર્ફે ઓરી બુધવારે અમદાવાદમાં આઈપીએલની મેચ જોવા માટે આવ્યો હતો. તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના હાઈ-ઓક્ટેન મુકાબલાની મજા માણતો જોવા મળ્યો હતો. અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં ઓરીને જોઈ ચાહકો ઓરી ઓરીની બુમ પાડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેની સાથે બોલિવુડ સ્ટાર જાહ્નવી કપૂર પણ જોવા મળી હતી.જાહ્નવી કપૂર સ્પોર્ટ્સ ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમોશનમાં અત્યંત વ્યસ્ત છે,ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન ચાલી રહી છે તે જોતાં, જાન્હવી કપૂરે બુધવારે અમદાવાદમાં આરસીબી અને રાજસ્થાનની મેચમાં ફિલ્મને પ્રમોટ કરવાની તક ઝડપી લીધી.

View this post on Instagram

A post shared by Orhan Awatramani (@orry)

ગુજરાતી થાળીની પણ મોજ માણી

આટલું જ નહીં, તેણીએ પરંપરાગત ગુજરાતી થાળીની પણ મોજ માણી હતી. આ દરમિયાન તેની સાથે ઓરી પણ જોવા મળ્યો હતો.તમને જણાવી દઈએ કે, ઓરી એટલે કે, ઓરહાન અવતારમણિ કોણ છે. ઓરહાન અવતારમણિ એટલે કે ઓરીના લાખો ચાહકો છે જેનો ફિલ્મ જગત સાથે કોઈ ખાસ સંબંધ નથી પરંતુ તે એનિમેશનમાં કારકિર્દી બનાવવા માંગે છે. આ સિવાય ઓરીએ સારા અલી ખાન સાથે કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. અહીંથી ધીમે-ધીમે તેનો પરિચય બી ટાઉનના સ્ટાર કિડ્સ સાથે થયો અને આજે તે અંબાણી પરિવારનો પણ ફેવરિટ બની ગયો છે.

આ પણ વાંચો : IPL 2024 : જો વરસાદના કારણે રદ થઈ મેચ તો કઈ ટીમ ફાઈનલમાં સ્થાન બનાવશે ? જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">