પ્રભાસ
પ્રભાસ રાજુ ઉપાલાપતિથી એક ભારતીય ફિલ્મ એક્ટર છે, જે તેલુગુ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતો છે. પ્રભાસનો જન્મ ફિલ્મ નિર્માતા યૂ સૂર્યનારાયણ રાજૂ અને શિવા કુમારીના ઘરે થયો હતો. તેને એક ભાઈ અને એક બહેન છે, ભાઈનું નામ પ્રબોધ અને બહેનનું નામ પ્રગતિ છે. તે તેલુગુ એક્ટર ઉપ્પલપતિ કૃષ્ણમ રાજૂનો ભત્રીજો છે. પ્રભાસે ડીએનઆર સ્કૂલ, ભીમાવરમમાંથી તેનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું છે અને હૈદરાબાદની શ્રી ચૈતન્ય કોલેજમાંથી બીટેકની ડિગ્રી મેળવી છે.
પ્રભાસે 2002માં આવેલી તેલુગુ ડ્રામા ફિલ્મ ઈશ્વરથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તેને ફિલ્મ મિર્ચીમાં તેના રોલ માટે બેસ્ટ એક્ટરનો રાજ્ય નંદી એવોર્ડ મળ્યો હતો. પ્રભાસ પ્રથમ દક્ષિણ ભારતીય એક્ટર છે, જેનું સ્ટેચ્યૂ મેડમ તુસાદના વેક્સ મ્યુઝિયમમાં બનાવવામાં આવ્યું છે.
સાઉથના સુપરસ્ટાર પ્રભાસને કોઈ પરિચયની જરૂર નથી. એસએસ રાજામૌલીની બાહુબલી 1 અને બાહુબલી 2 સાથે, પ્રભાસે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ઓળખ મેળવી. પ્રભાસ તેની ફિલ્મ કલ્કી 2898 એડી લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સ જોવા મળશે. તે આવતા વર્ષે મોટા પડદા પર રિલીઝ થશે.