IPL 2024 Opening Ceremony: RCB-CSK પહેલા બોલિવુડ સ્ટાર્સે ઓપનિંગ સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ Video

ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની ઓપનિંગ મેચ પહેલા એઆર રહેમાન અને સોનુ નિગમે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને પોતાના સુરીલા અવાજોથી ડાન્સ કરવા મજબૂર કરી દીધા હતા. બોલિવુડ કલાકારો અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે તેમના ડાન્સથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા જ્યારે એઆર રહેમાન અને સોનુ નિગમે તેમના અવાજનો જાદુ ફેલાવ્યો હતો.

IPL 2024 Opening Ceremony: RCB-CSK પહેલા બોલિવુડ સ્ટાર્સે ઓપનિંગ સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ Video
IPL 2024 Opening Ceremony
Follow Us:
| Updated on: Mar 22, 2024 | 7:35 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા શુક્રવારે (22 માર્ચ) ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં ફેમસ સંગીતકાર એઆર રહેમાન, એક્ટર અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને સિંગર સોનુ નિગમે જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. એઆર રહેમાન અને સોનુ નિગમે તેમના સુરીલા અવાજોથી ધૂમ મચાવી હતી. અક્ષય કુમારે સેરેમનીની શરૂઆત કરી. અક્ષય કુમાર હાથમાં ત્રિરંગો લહેરાવતા મેદાન પર ઉતર્યા, જ્યારે ટાઈગર શ્રોફની એન્ટ્રી પણ જોરદાર રહી.

ચેપોક સ્ટેડિયમમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે બાઈક પર મેદાનનો સંપૂર્ણ રાઉન્ડ લીધો હતો. અક્ષયે પણ બાલા બાલા ગીત પર સુંદર ડાન્સ કર્યો હતો. ટાઈગર હાથમાં ત્રિરંગો લઈને મેદાનમાં દોડતો જોવા મળ્યો હતો. આ પછી સોનુ નિગમ અને એઆર રહેમાને પોતાનું પરફોર્મન્સ આપ્યું.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

સોનુ નિગમે વંદે માતરમથી શરૂઆત કરી હતી. આ પછી એઆર રહેમાને તેરે પાસ આ રહા હૂં….ગીત ગાયું હતું. સોનુ નિગમ રહેમાન સાથે મા તુઝે સલામ ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. બંનેની જુગલબંધીએ સ્ટેડિયમમાં હાજર દર્શકોને ડાન્સ કરવા મજબૂર કરી દીધા હતા. સોનુ નિગમે કાળા રંગનો કુર્તો અને સફેદ પાયજામા પહેર્યો હતો. આ દરમિયાન મોહિત ચૌહાણ પણ પરફોર્મ કરતો જોવા મળ્યો હતો. સિંગર મોહિતે મસાક કાલી ગીતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પણ વાંચો: Snake Venom case: એલ્વિશ યાદવને મળી રાહત, કોર્ટે યુટ્યૂબરને આપ્યા જામીન

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">