સિડનનીમાં BAPS સંસ્થા દ્વારા યોજાયેલા રંગોત્સવ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ઉપસ્થિત રહ્યા, જુઓ Video
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં 15 માર્ચ 2025ના રોજ ભવ્ય રંગોત્સવનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં 15 માર્ચ 2025ના રોજ ભવ્ય રંગોત્સવનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને હિંદુ સમુદાયને ઓસ્ટ્રેલિયાના અભિન્ન અંગ તરીકે ઓળખાવ્યા અને બી.એ.પી.એસ. હિન્દુ મંદિરને શાંતિ અને પવિત્રતાનું સ્થાન ગણાવ્યું. તેઓએ કહ્યું કે આ મંદિર ઓસ્ટ્રેલિયાનું અક્ષરધામ બની રહેશે અને સમગ્ર સમુદાય માટે ગૌરવનું પ્રતિક બનશે.
આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે ભક્તો અને મહાનુભાવોને આશીર્વાદ આપ્યા. 6 માર્ચ, 2025ના રોજ મંદિરમાં નીલકંઠવર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી ધાતુમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે સંપન્ન થઈ હતી. આ મૂર્તિ ઓસ્ટ્રેલિયાની સૌથી ઊંચી હિંદુ મૂર્તિ છે.
ભગવાન સ્વામિનારાયણની 49 ફૂટ ઊંચી મૂર્તિની કરી સ્થાપના
રંગોત્સવ દરમિયાન હજારો ભક્તોએ પવિત્ર આનંદ અનુભવી જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ભારતીય સંસ્કૃતિ અને તેના સંદેશનો વખાણ કર્યો. આ ભવ્ય કાર્યક્રમ ઓસ્ટ્રેલિયામાં હિંદુ પરંપરાને ઉજાગર કરતી અનન્ય ઘટના બની હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સિડનીમાં નિર્માણાધીન બી. એ. પી. એસ. હિન્દુ મંદિર અને વિશાળ સાંસ્કૃતિક સંકુલના પ્રથમ અધ્યાય રૂપે ભગવાન સ્વામિનારાયણની તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી ધાતુમૂર્તિની વેદોક્ત પ્રાણપ્રતિષ્ઠા તારીખ 6 માર્ચના રોજ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે સંપન્ન થઈ હતી. ભગવાન સ્વામિનારાયણની 49 ફૂટ ઊંચી આ ધાતુમુર્તિ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં સૌથી ઊંચામાં ઊંચી સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ છે.

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ

વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું

ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
