Ahmedabad : કુબેરનગરમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા, કોર્પોરેશન અને બિલ્ડરના ત્રાસથી જીવન ટુંકાવ્યાનો આક્ષેપ, જુઓ Video
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ આત્મહત્યા કરી છે. અમદાવાદના કોર્પોરેશનના ત્રાસથી પૂજારીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મંદિર પરિસરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ આત્મહત્યા કરી છે. અમદાવાદના કોર્પોરેશનના ત્રાસથી પૂજારીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મંદિર પરિસરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. કોર્પોરેશન, બિલ્ડર અને પોલીસ હેરાન કરતા હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવાસ યોજનામાં મંદિર તોડવા બાબતે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બિલ્ડર, કોર્પોરેશન અને પોલીસ સતત ત્રાસ આપતી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિલ્ડરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મૃતક પૂજારીના પુત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મંદિર તોડવા માટે છેલ્લા 4 વર્ષથી બિલ્ડરો માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં બિલ્ડરના કહેવાથી કોર્પોરેશનના અમુક અધિકારીઓ તેમજ પોલીસ પણ હેરાન કરતા હોવાનો આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. જોકે હવે પોલીસ યોગ્ય અને તટસ્થ તપાસ કરે તેવી માગ કરાઈ છે.
તો સ્થાનિકોનું પણ કહેવું છે કે મંદિર વર્ષો જૂનું હોવાથી તમામ સ્થાનિકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. મંદિર કોઈને નડતરરૂપ પણ નથી. આ સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મંદિર તોડવામાં ન આવે તેવી સ્થાનિકો દ્વારા પણ માગ કરાઈ છે.