આજનું હવામાન : અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર ! હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ જોવા મળશે. કચ્છમાં હજી પણ સિવિયર હિટવેવની અસર જોવા મળે તેવી શક્યતા છે. તો હવામાન વિભાગે પણ કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ જોવા મળશે. કચ્છમાં હજી પણ સિવિયર હિટવેવની અસર જોવા મળે તેવી શક્યતા છે. તો હવામાન વિભાગે પણ કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે. તેમજ દીવમાં પણ હિટવેવની વોર્નિંગ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકિનારે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ જોવા મળી શકે છે. ગુજરાતમાં હાલ પશ્વિમી અને ઉત્તર પશ્વિમી દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના અલગ-અલગ શહેરોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આવનારા દિવસોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતના અમરેલી, ભરૂચ, જુનાગઢ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત આણંદ, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, મોરબી, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

