Kutch Meteor Shower : ભૂજના રણકાંધીમાં મોડી રાત્રે આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
કચ્છના ભુજ નજીક રણકાંધી વિસ્તારમાં મોડી રાતે અદભૂત ઘટના સર્જાઈ. રાતના 3:12 વાગ્યે અચાનક એક ચમકતો લિસોટો આકાશમાંથી ધબધબતો નીચે તરફ જતો જોવા મળ્યો. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું.
કચ્છના ભુજ નજીક રણકાંધી વિસ્તારમાં મોડી રાતે અદભૂત ઘટના સર્જાઈ. રાતના 3:12 વાગ્યે અચાનક એક ચમકતો લિસોટો આકાશમાંથી ધબધબતો નીચે તરફ જતો જોવા મળ્યો. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું.
ઉલ્કાપાત કે કંઈક બીજું? CCTV ફૂટેજથી વધ્યું રહસ્ય!
પ્રાથમિક અનુમાન મુજબ, આ ઉલ્કાપાતની ઘટના હોઈ શકે છે, પરંતુ સચોટ માહિતી માટે વૈજ્ઞાનિક તપાસ જરૂરી છે. આ અદભૂત દ્રશ્ય CCTV કૅમેરામાં કેદ થઈ ચૂક્યું છે, અને તેનું વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે.
ચમકતા લિસોટાના દર્શનથી લોકોને નવાઈ
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આકાશમાં તેજસ્વી પ્રકાશ જોવા મળ્યો, અને થોડી પળો માટે વાતાવરણ અજવાળાથી ભરાઇ ગયું. ચમકતો લિસોટો ધીમે ધીમે પૃથ્વીની તરફ પડતો ગયો અને એક જોરદાર ઝબકારો ઉડાવ્યો.
વિજ્ઞાનીઓ કરશે સમીક્ષા
આ ઘટનાને લઈને ખગોળશાસ્ત્રીઓ અને હવામાન વિભાગ દ્રારા તપાસ હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે, ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતી વખતે ઘર્ષણના કારણે દાહક પ્રકાશ ઉત્પન્ન કરે છે. જો આ ખરેખર ઉલ્કાપાત હતો, તો તેની અસર અને અવશેષોની શોધખોળ માટે વિશેષ તજવીજ હાથ ધરવામાં આવશે. વાયરસ થયેલા વિડિયોની તપાસ બાદ જ ખરા કારણો સામે આવશે, પરંતુ ભુજના આકાશે સર્જાયેલી આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે!