Amreli : ઉંટવડમાં તસ્કરોનો ત્રાસ, કોપરના વાયરની ચોરીના CCTV આવ્યા સામે, જુઓ Video
ગુજરાતમાં કેટલીક વાર ચોરીની ઘટના બનતી હોય છે. ત્યારે અમરેલીના બાબરામાં તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીના વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. ઉંટવડના ભરડીયા વિસ્તાર માંથી 70 ફૂટ કોપર વાયરની ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાતમાં કેટલીક વાર ચોરીની ઘટના બનતી હોય છે. ત્યારે અમરેલીના બાબરામાં તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીના વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. ઉંટવડના ભરડીયા વિસ્તાર માંથી 70 ફૂટ કોપર વાયરની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. મોં પર બુકાની બાંધીને ચોરી કરવા આવેલા 3 તસ્કરો CCTVમાં કેદ થયો છે. ઈલેક્ટ્રિક પેનલ રુમનું શટર ખોલી ચોરી કરતા તસ્કરોના CCTV સામે આવ્યા છે.
ભરડીયામાંથી કોપર વાયર ચોરીના CCTV
અમરેલીમાં તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી મહેશ ભાયાણીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTVને આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 6 દિવસ અગાઉ ઉંટવડમાં રાજકોટ ભાવનગર હાઇવે પર જય ખોડીયાર એન્ટરપ્રાઇઝમાં તસ્કરો મોં પર બુકાની બાંધીને ત્રાટક્યા હતા. ઇલેકટ્રીક પેનલ રૂમનુ શટર ખોલી રૂમમાથી વેલ્ડીંગ મશીન પર વીંટાળી રાખેલ 70 ફુટ કોપર વાયરની ચોરી કરી હતી.જેના CCTV સામે આવતા પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.