Snake Venom case: એલ્વિશ યાદવને મળી રાહત, કોર્ટે યુટ્યૂબરને આપ્યા જામીન

Elvish Yadav Bail: સાપના ઝેર કેસમાં સંડોવાયેલા યુટ્યૂબર એલ્વિશ યાદવને રાહત મળી છે. એલ્વિશ યાદવને શુક્રવારે જામીન મળી ગયા હતા. એલ્વિશ યાદવના વકીલ દીપક ભાટીએ આ વાતની પુષ્ટિ કરી છે.

Snake Venom case: એલ્વિશ યાદવને મળી રાહત, કોર્ટે યુટ્યૂબરને આપ્યા જામીન
Elvish Yadav
Follow Us:
| Updated on: Mar 22, 2024 | 6:13 PM

ફેમસ યુટ્યૂબર અને બિગ બોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. રેવ પાર્ટીંમાં સાપનું ઝેર મંગાવવાના કેસમાં એલ્વિશ યાદવની 17 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે સમાચાર આવ્યા છે, તેને કોર્ટમાંથી જામીન મળી ગઈ છે.

ધરપકડ બાદ એલ્વિશ યાદવને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે તેની પહેલી જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી. જેના બાદ વકીલે બીજી અરજી દાખલ કરી હતી. હાલમાં એલ્વિશ યાદવને જામીન મળી રહી છે. આ સમાચાર સામે આવ્યા બાદ એલ્વિશ યાદવના ફેન્સ ખુશ છે. એક્સ (ટ્વિટર) પર એલ્વિશ યાદવ સતત ટ્રેન્ડ કરી રહ્યો છે.

એલ્વિશ યાદવને મળી જામીન

NDPSની નીચલી કોર્ટમાં એલ્વિશ યાદવને જામીન મળી છે. રવિવાર (17 માર્ચ)થી તે જેલમાં બંધ હતો. હવે તેને જિલ્લા ન્યાયાલયથી રાહત મળી છે. 5 દિવસ જેલમાં પસાર કર્યા બાદ હવે એલ્વિશ યાદવ તેના ઘરે ગયો છે. કોર્ટમાંથી એલ્વિશ યાદવને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળી છે. એલ્વિશ યાદવ પર આરોપ હતો કે તે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરતો હતો. થોડા સમય પહેલા સમાચાર સામે આવ્યા હતા કે તેને નોઈડા પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન સાપનું ઝેર સપ્લાય કર્યા વાતને કબૂલ કરી હતી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ધરપકડ થયા બાદ એલ્વિશ યાદવના માતા-પિતાએ ઘણી મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુ આપ્યા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે બાળકના નામના કારણે એનજીઓવાળા તેને જાણી જોઈને ફસાવી રહ્યા છે. તેમને કહ્યું કે, અમારો પુત્ર નિર્દોષ છે તેને કંઈ કર્યું નથી. આરોપો સ્વીકારવાની બાબતને લઈને એલ્વિશના પિતાએ કહ્યું કે આવું કંઈ થયું નથી, હું તે સમયે તેની સાથે હતો. જ્યારે નોઈડા પોલીસે તેને લઈ ગઈ હતી. પિતાએ અન્ય ઘણા ખુલાસા પણ કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે એલ્વિશ પાસે કોઈ લક્ઝરી કાર નથી. તે ભાડા પર લઈને વીડિયો બનાવે છે.

હાલમાં જ એલ્વિશને ભારે સુરક્ષા વચ્ચે સૂરજપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેની સામે નોંધાયેલા કેસમાં જે કલમ લાગી હતી, તેમાંથી એક કલમમાં સુધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલા લગાવવામાં આવેલી કલમ 8/20માં સુધારો કરીને 8/22 કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અનુષ્કા શર્મા પુત્ર અકાય સાથે પરત ફરશે ભારત! કારણ છે પતિ વિરાટ કોહલી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">