ટાઈગર શ્રોફ

ટાઈગર શ્રોફ

ટાઈગર શ્રોફ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝનો એક્ટર છે. તે ઈન્ડિયન ફિલ્મ એક્ટર, એક્શન ડાન્સર અને માર્શલ આર્ટિસ્ટ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા પછી તે લોકોના દિલ પર રાજ કરે છે. તે સારો ડાન્સર અને ખતરનાક સ્ટંટ પણ કરે છે.

ટાઇગર શ્રોફનો જન્મ જેકી શ્રોફ અને આયશા શ્રોફના ઘરે તારીખ 02 માર્ચ 1990ના રોજ થયો હતો. તેના બાળપણનું નામ જય હેમંત શ્રોફ હતું. તેને એક બહેન પણ છે તેનું નામ કૃષ્ણા શ્રોફ છે. ટાઈગરની ડેબ્યૂ ફિલ્મ હીરોપંતી છે. તેમનું પ્રાથમિક શિક્ષણ અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાંથી લીધું છે અને અમેઠી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે બાળપણમાં જ માર્શલ આર્ટ શીખવાનું શરૂ કર્યું હતું.

તેણે ડેબ્યૂ ફિલ્મ હીરોપંતી માટે “સ્ટારડસ્ટ સુપરસ્ટાર ઓફ ટુમોરો એવોર્ડ” મળ્યો હતો. તે બાદ તેમને “બિગ સ્ટાર એન્ટરટેઈનમેન્ટ” થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેણે અત્યાર સુધીમાં પોતાની કરિયરમાં હીરોપંતી, હીરોપંતી 2, બાગી, બાગી 2, બાગી 3, સ્ટુડન્ટ ઓફ ધ યર, મુન્ના માઈકલ જેવી ફિલ્મોમાં કેરેક્ટર પ્લે કર્યા છે.

Read More

Kho Kho World Cup 2025 : ખો-ખો વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળી ટીમની કમાન

ખો-ખો વર્લ્ડ કપ 2025નું આયોજન દિલ્હીમાં 13 થી 19 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે, જેમાં 24 દેશોના 800 ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમોના કેપ્ટન પ્રતિક વેકર અને પ્રિયંકા ઈંગલે હશે. સલમાન ખાન અને ટાઈગર શ્રોફ ગેમના પ્રમોશન માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.

અજય દેવગનની સેનાને કાર્તિક આર્યને એકલા હાથે પછાડી, સિંઘમ માટે ફરીથી વાગી ખતરાની ઘંટડી

Singham Again Vs Bhool Bhulaiyaa 3 : કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 3' અને અજય દેવગનની 'સિંઘમ અગેન' આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઈ છે. પરંતુ આ મોટા મુકાબલામાં કાર્તિક પણ પાછળ નથી. કાર્તિકની 'ભૂલ ભુલૈયા 3' એ 8 સ્ટાર 'સિંઘમ અગેન'ને ટક્કર આપી છે.

Singham Again Cast Fee : 375 કરોડનું તો ખાલી બજેટ, પતિ-પત્નીએ 16 કરોડ, તો પિતા-પુત્રીની જોડીએ લીધો 5 કરોડનો ચાર્જ

રોહિત શેટ્ટીની ફિલ્મ 1 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા ફિલ્મનું 4 મિનિટ 58 સેકન્ડનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમણે ચાહકોના દિલ જીતી લીધા છે. તો ચાલો જાણીએ સિંઘમ અગેનમાં સ્ટાર કાસ્ટે કેટલો ચાર્જ લીધો છે.

બોક્સ ઓફિસ પર આવી રહી છે 350 કરોડમાં બનેલી ફિલ્મ, 5 બોલિવુડ સ્ટારનો જોવા મળશે જલવો

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમની આગામી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. હવે આટલા મોટા બજેટ 350 કરોડમાં બનેલી ફિલ્મ કેટલી હિટ જાય છે તે જોવાનું રહેશે.

‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગમાં રોજનો કરોડનો ખર્ચ થયો , આટલામાં તો એક ફિલ્મ બની જાય

બડે મિયાં છોટે મિયાં રિલીઝ થવાની તૈયારી થઈ ચુકી છે. 10 એપ્રિલાના રોજ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. મેકર્સે ફિલ્મને એક્શનથી ભરપુર હોવાનો દાવો કર્યો છે. જે ટ્રેલરમાં જોઈ શકાય છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડાયરેક્ટ કરી છે. તેમણે ખુલાસો કર્યો છે કે, આ ફિલ્મ બનાવવા માટે કેટલા કરોડનો ખર્ચો થયો છે.

Bade Miyan Chhote Miyan Trailer : અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની જોડી ધૂમ મચાવશે, BMCMનું ટ્રેલર છે બ્લોકબસ્ટર

Bade Miyan Chhote Miyan Trailer Release : નિર્માતાઓએ મંગળવારે અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, અલાયા એફ, માનુષી છિલ્લર અને સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

‘બડે મિયાં છોટે મિયાં’ ના ફેન્સ માટે એક નહીં પરંતુ બે મોટા સમાચાર, રિલીઝના 18 દિવસ પહેલા અક્ષય કુમારની મોટી જાહેરાત

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' આવતા મહિને રિલીઝ થઈ રહી છે. હવે રિલીઝને થોડાં જ દિવસો બાકી છે. હવે અક્ષયે તેની ફિલ્મને લઈને બે મોટી જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે સંબંધિત એક નવું પોસ્ટર પણ શેર કર્યું છે.

IPL 2024 Opening Ceremony: RCB-CSK પહેલા બોલિવુડ સ્ટાર્સે ઓપનિંગ સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ Video

ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની ઓપનિંગ મેચ પહેલા એઆર રહેમાન અને સોનુ નિગમે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને પોતાના સુરીલા અવાજોથી ડાન્સ કરવા મજબૂર કરી દીધા હતા. બોલિવુડ કલાકારો અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે તેમના ડાન્સથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા જ્યારે એઆર રહેમાન અને સોનુ નિગમે તેમના અવાજનો જાદુ ફેલાવ્યો હતો.

ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું નવુ સોંગ Mast Malang Jhoom ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. મસ્ત મલંગ ઝૂમ સોંગના લિરિક્સ ઇર્શાદ કામિલે લખ્યા છે. તેમજ આ સોંગને વિશાલ મિશ્રા, અરિજિત સિંહ અને નિખિતા ગાંધી દ્વારા ગાવામાં આવ્યુ છે. મસ્ત મલંગ ઝૂમ સોંગને વિશાલ મિશ્રા દ્વારા મ્યુઝિક આપવામાં આવ્યુ છે.

WPL 2024માં કાર્તિક આર્યનથી લઈને વરુણ ધવન સુધી, ઓપનિંગ સેરેમનીમાં સેલેબ્સે આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ

વુમન્સ પ્રીમિયર લીગ 2024 ની બીજી સીઝન 23 ફેબ્રુઆરીથી આયોજિત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં કાર્તિક આર્યનથી લઈને વરુણ ધવન સુધીના દરેકે પોતાના શાનદાર પરફોર્મન્સથી બધાને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા.

g clip-path="url(#clip0_868_265)">