ગુજરાતનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી ‘કૌન બનેગા કરોડપતિ’ જુનિયરમાં ઝળક્યો, રૂપિયા 25 લાખ જીત્યો

ગુજરાતનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી 'કૌન બનેગા કરોડપતિ' જુનિયરમાં ઝળક્યો, રૂપિયા 25 લાખ જીત્યો

ભરૂચનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી કૌન બનેગા કરોડપતિના જુનિયરમાં ઝળક્યો હતો અને રૂ. 25 લાખ જેટલી માતબર રકમ જીત્યો હતો.

Ankit Modi

| Edited By: Kunjan Shukal

Dec 15, 2020 | 9:09 PM

ભરૂચનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી કૌન બનેગા કરોડપતિના જુનિયરમાં ઝળક્યો હતો અને રૂ. 25 લાખ જેટલી માતબર રકમ જીત્યો હતો. અનમોલનો એપિસોડ સોમવારના રોજ પ્રસારિત થયો હતો. મૂળ મધ્ય પ્રદેશ અને હાલ ભરૂચની રિલાયન્સ કોલોનીમાં રહેતા બ્રિજેશ શાસ્ત્રીના 14 વર્ષીય દિકરો અનમોલ કૌન બનેગા કરોડપતિ જુનિયર માટે સિલેક્ટ થયા બાદ હોટસીટ ઉપર પહોંચ્યો હતો. સોમવારના રોજ અનમોલ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર જોવા મળ્યો હતો.

14-year-old Anmol Shastri from Gujarat shines in 'Kaun Banega Crorepati' junior, wins Rs 25 lakh

અનમોલે એક બાદ એક સવાલોના સાચા જવાબ આપી રૂ. 25 લાખની રકમ જીતી હતી. અનમોલને નાનપણથી જ વાંચનનો શોખ છે અને તેની રૂચી ખગોળ વિજ્ઞાન તરફ ખુબ છે. તે ધો. 8માં અભ્યાસ કરે છે. અવનવું જાણવાની જિજ્ઞાસા તેને કોન બનેગા કરોડ પતિના મંચ સુધી લઈ ગઈ હતી. અનમોલ મોટો થઈને ખગોળ વિજ્ઞાનમાં આગળ વધવા માંગે છે.

આ પણ વાંચો: અમરેલી: બગસરા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વહેંચવા ખેડૂતોએ લગાવી લાઈન

અનમોલના પિતા રિલાયન્સ કંપનીમાં સેફટી વિભાગમાં ફરજ બજાવે છે. સામાન્ય પરિવારનો અનમોલ આટલી માતબર રકમ જીતતા તેના પરિવારજનો ખુશ ખુશાલ છે, હાલ તો અનમોલે જીતેલી રકમ તેના એકાઉન્ટમાં FD કરવામાં આવી છે અને તે જ્યારે 18 વર્ષની વયનો થશે ત્યારે તે આ રકમનો ઉપયોગ કરી શકશે.

14-year-old Anmol Shastri from Gujarat shines in 'Kaun Banega Crorepati' junior, wins Rs 25 lakh

કોન બનેગા કરોડપતિ જુનિયરની હોટ સીટ પર બેસનાર અનમોલ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે તેને અમિતાભ બચ્ચનને મળીને ખૂબ જ સારું લાગ્યું, વધુમાં તેણે જણાવ્યું હતું કે પહેલા તેને ક્વિઝ કોન્ટેસ્ટમાં એટલી રુચિ ન હતી, પરંતુ તેની માતાના પ્રોત્સાહનના કારણે તે ક્વિઝ  કોન્ટેસ્ટમાં ભાગ લેવા લાગ્યો અને આખરે કેબીસીની હોટ સીટ સુધી પહોચી ગયો

.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati