થપ્પડ, લાત અને મુક્કા…હાર્દિક પંડ્યાનું નામ લેવામાં આવ્યું અને LIVE મેચમાં થયો જોરદાર હંગામો, જુઓ Video
હાર્દિક પંડ્યાના દિવસો સારા નથી ચાલી રહ્યા. તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સની હાલત ખરાબ છે અને તે પોતે બેટ અને બોલ બંનેમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. હવે તેનું નામ લેવા પર લોકો માર મારી રહ્યા છે. IPL 2024માં પણ આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે. ગુજરાત અને મુંબઈ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ઘટના બની હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જ્યારે હાર્દિક પંડ્યા મેદાનમાં ઉતરે છે, બૂમાબૂમ શરૂ થાય છે, હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યો છે. પંડ્યા જ્યાં જાય છે ત્યાં વિરોધ શરૂ થાય છે. જ્યારથી આ ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી છે ત્યારથી એવું લાગી રહ્યું છે કે કંઈ સારું થઈ રહ્યું નથી. હવે સ્થિતિ એવા તબક્કે પહોંચી ગઈ છે કે હાર્દિક પંડ્યાનું નામ લેતા જ ચાહકો મારવા લાગ્યા છે. આવો જ કિસ્સો IPL 2024ની મેચમાં જોવા મળ્યો હતો.
હાર્દિક પંડ્યાના ફેનની થઈ ધુલાઈ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિને ખરાબ રીતે મારવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિની પીટાઈ થઈ છે તે હાર્દિક પંડ્યાનો ફેન છે અને જે લોકો તેને માર મારી રહ્યા છે તે રોહિત શર્માના ફેન છે.
ગુજરાત-મુંબઈ મેચમાં હંગામો
રિપોર્ટ્સ અનુસાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો એકબીજા સાથે ટકરાતા હતા ત્યારે એક વ્યક્તિ હાર્દિક પંડ્યાને સપોર્ટ કરી રહ્યો હતો. આ પછી તેની રોહિત શર્માના ફેન્સ સાથે બોલાચાલી થઈ હતી. થોડી જ વારમાં મામલો મારામારીમાં પરિણમ્યો હતો. લોકોએ હાર્દિક પંડ્યાના ફેનને માર માર્યો હતો.
Hardik Pandya Fan Beaten Up By Rohit Sharma Supporters In Stands At NaMo Stadium during the #MIVGT game. ( TOI)pic.twitter.com/jkXVdFsuZe
— Nibraz Ramzan (@nibraz88cricket) April 25, 2024
દરેક જગ્યાએ પંડ્યાનો વિરોધ થઈ રહ્યો છે
છેલ્લા બે વર્ષથી IPLમાં હાર્દિક પંડ્યાનું અલગ નામ હતું. તે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો. પ્રથમ સિઝનમાં તેણે ટીમને ચેમ્પિયન બનાવી હતી અને છેલ્લી સિઝનમાં તેણે ગુજરાતને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. પરંતુ IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને તેને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માને સુકાની પદ પરથી હટાવતા તેના ચાહકો ચોંકી ગયા અને હવે દરેક જગ્યાએ પંડ્યાનો વિરોધ થઈ રહ્યો છે.
IPL 2024માં મુંબઈનું ખરાબ પ્રદર્શન
મોટી વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સનું આ સિઝનમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. મુંબઈની ટીમ 8માંથી 5 મેચ હારી છે અને પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે. તે સ્પષ્ટ છે કે રોહિતની જગ્યાએ પંડ્યાને કેપ્ટન્સી આપવી મુંબઈ ઈન્ડિયન્સને ઘણી મોંઘી પડી છે.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાની સૌથી મોટી મૂંઝવણ થઈ સમાપ્ત, રિષભ પંત T20 વર્લ્ડ કપમાં બન્યો ‘પ્રથમ પસંદ’