AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હીટવેવની શક્યતાને જોતા શિક્ષણ વિભાગ આવ્યુ એક્શનમાં, સ્કૂલો સવારે 6 થી 11 સુધી ચલાવવા તમામ DEOને કરાયો પરિપત્ર- Video

હવામાન વિભાગે ગુજરાતમાં ગરમી ઓછી થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ હીટવેવની કોઈ શક્યતા નથી. પરંતુ આગામી દિવસોમાં ગરમી વધી શકે છે જેને જોતા આરોગ્ય અને શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2024 | 11:35 PM
Share

ચૂંટણી નજીક છે માહોલ ગરમ છે અને હવામાન પણ. ગરમી સતત વધી રહી છે. તેવામાં ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં લોકોને ગરમીથી મળશે રાહત..આગામી ત્રણ દિવસ તાપમાનમાં ક્રમશ ઘટાડો થશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે.  રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 41 ડિગ્રી નોંધાયું. પરંતુ રાહતની વાત એ પણ છે કે હાલ રાજ્યમાં હિટવેવની શક્યતા નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાવાની શક્યતા છે.

દેશના કેટલાક રાજ્યોમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પરંતુ રાહતની વાત એ ચે કે હાલ ગુજરાતમાં હીટવેવની કોઇ આગાહી નથી. જોકે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થઇ શકે છે જેથી ગરમી વધવાની શક્યતા પણ છે. જોકે ભારે ગરમીના કારણે લોકોને આડઅસર ન થાય તે માટે પ્રશાસન પણ સજ્જ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે.ત્યારે તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે.અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

કમિશનર ઓફ સ્કૂલ દ્વારા શાળાના ટાઈમિંગને લઈને કરાયો પરિપત્ર

હીટવેવની શક્યતાને જોતા કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્રારા ગરમી- હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે અને ગુજરાત હિટવેવ એક્શન પ્લાનની સૂચના મુજબ સ્કૂલોમાં અમલ કરાવવા તમામ ડીઈઓને આદેશ કરવામાં આવ્યો છે. ગાઈડલાઈન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 6 થી 11 સુધી કરવાનુ રહેશે. તેમજ ઉનાળા દરમિયાન કોઈપણ પ્રકારના ઓપન એર વર્ગો ન યોજવા નિર્દેશ કરાયો છે.

સ્કૂલ કમિશનરના પરિપત્રને પગલે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ દ્વારા પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોને સમયને લઈને પરિપત્ર કરવામાં આવ્યો છે.

આ તરફ સરકારના આરોગ્ય વિભાગે ગરમીથી કઇ રીતે બચાય અને ગરમીમાં બહાર નીકળીએ તો કઇ બાબતોનું ધ્યાન રાખવું તે માટે તૈયારી કરી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગના જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ,સબ હેલ્થ સેન્ટર ઉપર ORS કોર્નર બનાવવામા આવ્યા છે.અને અતિશય ગરમીની અસરમાં તકેદારી રાખવા આરોગ્ય શાખા દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.  સગર્ભા મહિલા,બાળકો,અને વૃદ્ધોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ક્ષત્રિયોના વિરોધને ડામવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાને, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર બાદ કચ્છમાં રાજપૂત આગેવાનો સાથે કર્યુ મંથન

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">