Aadhar Card લિંક છે તો ગેસ સિલિન્ડર 312 રૂપિયા સસ્તો મળશે, જાણો કંઈ રીતે ?

પેટ્રોલ-ડીઝલ(petrol- diesel price)ની વધતી કિંમતોએ સામાન્ય લોકોને ચિંતિત બનાવ્યા છે પરંતુ તેના કરતાં વધુ જે મોંઘવારી આમ આદમીના લલાટે ચિંતાની લકીરો ખેંચી રહી છે તે ઘરેલું ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder)માં વધતા ભાવ છે.

  • Publish Date - 7:43 am, Fri, 19 March 21 Edited By: Pinak Shukla
Aadhar Card લિંક છે તો ગેસ સિલિન્ડર 312 રૂપિયા સસ્તો મળશે, જાણો કંઈ રીતે ?
LPG Cylinder

Aadhar Card  : પેટ્રોલ-ડીઝલ(petrol- diesel price)ની વધતી કિંમતોએ સામાન્ય લોકોને ચિંતિત બનાવ્યા છે પરંતુ તેના કરતાં વધુ જે મોંઘવારી આમ આદમીના લલાટે ચિંતાની લકીરો ખેંચી રહી છે તે ઘરેલું ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder)માં વધતા ભાવ છે. છેલ્લા કેટલાક મહિનામાં તેના ભાવોમાં આશરે 200 રુપિયાનો વધારો થયો છે પરંતુ આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડર 300 રૂપિયાથી પણ સસ્તામાં મળી શકે છે.

સરકાર ઘરેલું ગેસ સિલિન્ડર પર સબસિડી આપે છે. વડા પ્રધાન ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર પરની સબસિડી 174.80 રૂપિયાથી વધારીને 312.80 કરવામાં આવી છે તેથી જો તમે આ યોજના હેઠળ નોંધાયેલા છે તો તમે ગેસ સિલિન્ડર પર 312 રૂપિયા બચાવી શકો છો.

આધારકાર્ડ ફરજીયાત
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર સબસિડી મેળવવા માટે તમારું આધાર કાર્ડ આ યોજના સાથે જોડાવું જોઈએ. નહીંતો સબસિડીની રકમ ખાતામાં આવશે નહીં. આધાર કાર્ડ દ્વારા એલપીજી સબસિડી મેળવવા માટે આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરવું પડશે,સાથે તમારો મોબાઇલ નંબર પણ ગેસ એજન્સી સાથે નોંધણી કરાવવો જરૂરી છે. જો આધાર લિંક થયેલ નથી અથવા મોબાઈલ નંબર નોંધાયેલ નથી તો આ સુવિધા મળશે નહીં.

કેવી રીતે રજીસ્ટર કરવું ?
તમારું આધાર કાર્ડ ત્રણ રીતે રજીસ્ટર થઈ શકે છે. પ્રથમ મોબાઇલ નંબર દ્વારા, બીજો SMS દ્વારા અને ત્રીજો UIDAI વેબસાઇટની મુલાકાત લઈને. તમારો મોબાઇલ નંબર નોંધાયેલ હોય ત્યારે તમે UID <Aadhar number> ટાઈપ કરીને અને ગેસ એજન્સી નંબર પર મોકલીને તેને રજીસ્ટર્ડ કરી શકો છો. એકવાર રજિસ્ટર થયા પછી તમારા મોબાઇલ પર માહિતી આવશે.

આ નંબર પર કોલ કરો
જો તમે તેને મોબાઇલ નંબરથી SMS દ્વારા નોંધણી કરાવી શકતા નથી તો પછી તમે ઇન્ડેનની ગેસ એજન્સીના ટોલ ફ્રી નંબર 1800 2333 5555 પર કોલ કરી શકો છો અને કર્મચારીની મદદથી તમારો આધાર નંબર લિંક કરી શકો છો.

UIDAI વેબસાઇટ દ્વારા
જો તમે ગેસ સબસિડી માટે તમારા આધારને ઓનલાઇન લિંક કરવા માંગો છો તો પછી તમે UIDAI વેબસાઇટ દ્વારા પણ આ કાર્ય કરી શકો છો. આ માટે, વેબસાઇટ પર તમારું નામ સરનામું, યોજના, ગેસ વિતરકની માહિતી ભરીને, તમે તમારી આધાર સબસિડી મેળવવા માટે વેબસાઇટ દ્વારા લિંક કરી શકો છો.