2007માં પત્રકારત્વના ક્ષેત્રમાં પગ મુક્યા બાદ યુનુસ ગાઝીએ અત્યાર સુધી ગુજરાતના વિવિધ શહેરોમાં અને રાજ્યના તમામ મોટી ઘટના-દુર્ધટનાઓ સહિત મોટા આયોજનોનું કવરેજ કર્યું છે. પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને એમ સમાચારના ત્રણેય માધ્યમોનો અનુભવ તેઓ ધરાવે છે. ક્રાઈમ રીપોર્ટર તરીકે તેમણે દીપેશ અભિષેક અપમૃત્યુ કેસ, 2002 ના તોફાનોની તપાસના કેસ, એન્કાઉન્ટર કેસ, 2008ના સિરિયલ બ્લાસ્ટ સહિતની મહત્વ ની ઘટનાઓ નું કવરેજ કર્યું છે. આ ઉપરાંત રાજ્યની રાજકીય ઉથલ પાથલની પણ તેઓ સમજ ધરાવે છે.