SMC ના PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલક ઝડપાયો, ટ્રેલર પહોંચી ગયું પશ્ચિમ બંગાળ ! જુઓ Video

SMC ના PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલક ઝડપાયો, ટ્રેલર પહોંચી ગયું પશ્ચિમ બંગાળ ! જુઓ Video

yunus.gazi
| Edited By: | Updated on: Nov 13, 2024 | 9:40 PM

SMC ના PSI ઝાહીદ ખાન પઠાણનો અકસ્માત કરનાર ટ્રેલર પશ્ચિમ બંગાળ પહોંચી ગયું, ટ્રેલર ને કબ્જે કરવા ગ્રામ્ય પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ રવાના થઈ. જોકે આ ટ્રેલરનો ચાલક રાજસ્થાનથી ઝડપાયો છે. 

SMC ના PSI ઝાહીદ ખાન પઠાણ અને તેઓની ટીમ ચોક્કસ બાતમી આધારે ગત 5 નવેમ્બર 2024 ની વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ મથકની હદમાં નાકાબંધી માં હતી ત્યારે સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓ ને કારણે સારવાર દરમ્યાન PSI ઝાહિદખાન પઠાણનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ ઘટનાની તપાસ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી હતી અને તેનું સુપરવિઝન જિલ્લા પોલીસ વડા ને રાખવા આદેશ કર્યો હતો.

હ્યુમન ઇન્ટેલિજેન્ટ્સના આધારે અકસ્માત સર્જનાર ટ્રેલરનું પગેરું મલેવ્યુ

અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા ઓમપ્રકાશ જાટના સુપર વિઝન હેઠળ LCB પી આઈ રઘુ કરમટીયા અને તેઓની ટીમ દ્વારા તત્કાલ આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી, ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજેન્ટ્સના આધારે અકસ્માત સર્જનાર ટ્રેલરનું પગેરું મેળવવામાં અમદાવાદ ગ્રામ્ય LCB ને સફળતાં મળી હતી.

SMC PSI Zahid Khan Pathan accident case trailer driver arrested watch video

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ટેક્નિકલ પુરાવાઓને આધારે ટ્રેલર ચાલક મંગારામને રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના સિન્દ્રી ગામમાંથી શોધી કાઢી અમદાવાદ લાવવામાં આવ્યો છે, અને તેની પૂછપરછ તથા ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. જે ટ્રેલર થી અકસ્માત સર્જાયો એ ટ્રેલર બીજી શિફ્ટમાં કામ કરતા અન્ય ચાલક બીજો માલ સામાન લઈને પશ્ચિમ બંગાળ પહોંચ્યો હોવાનની માહિતી ગંગારામ દ્વારા આપવામાં આવતા આ ટ્રેલર પશ્ચિમ બંગાળ થી હસ્તગત કરવા અમદાવાદ ગ્રામ્ય એલસીબીની એક ટીમ પશ્ચિમ બંગાળ રવાના કરાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">