Ahmedabad : શહેરમાં પોલીસ અધિકારીઓ દ્વારા કરાયુ કોમ્બિંગ, ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના, જુઓ Video

અમદાવાદ શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા અને ગુનેગારોમાં ધાક બેસાડવા અંતે મોડે જાગેલી અમદાવાદ શહેર પોલીસે હવે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. કાગડાપીઠ પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ છે.

yunus.gazi
| Edited By: | Updated on: Nov 19, 2024 | 11:20 AM

અમદાવાદ શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા અને ગુનેગારોમાં ધાક બેસાડવા અંતે મોડે જાગેલી અમદાવાદ શહેર પોલીસે હવે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. કાગડાપીઠ પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ઝોન 6 વિસ્તારના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ સાથે અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી શીટરોને ચેક કરવામાં આવ્યા હતા.

વધતી ગુનાખોરીથી રાજ્ય સરકાર નારાજ

રાજ્યમાં વધતી ગુનાખોરીના પગલે રાજ્ય સરકાર પણ નારાજ છે. વધતી ગુનાખોરી અટકાવવા ગૃહ વિભાગ પણ સક્રિય થયુ છે. આવનારા દિવસોમાં અન્ય અધિકારીઓ પર પણ પગલા લેવાઈ શકે છે. અમદાવાદના એલિસબ્રિજ અને કાગડાપીઠના PIને સસ્પેન્ડ કરાયા છે.

ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની ઘટના

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. હત્યા, લૂંટ, ઘરફોડી ચોરી અને દુષ્કર્મના બનાવ વધ્યા છે. 24 દિવસમાં રાજ્યમાં 18 હત્યાના બનાવ બન્યા છે. છેલ્લા 22 દિવસમાં અમદાવાદમાં 10 હત્યાના બનાવ બન્યા છે. અમદાવાદ શહેરમાં 8 અને બોપલમાં 2 હત્યા થઈ છે. વર્ષ 2023માં 10 મહિનામાં 97 અને 2024માં 73 હત્યા થઈ છે. રાજ્યમાં એક દિવસમાં સરેરાશ 5થી 6 દુષ્કર્મની ઘટના સામે આવી છે.

Follow Us:
ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના
ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના
આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત
સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ
સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ
ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર !
ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર !
બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video
બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ
પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક
પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક
અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં PI સસ્પેન્ડ
અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં PI સસ્પેન્ડ
MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત
MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત
રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક
રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક
g clip-path="url(#clip0_868_265)">