Video : ખ્યાતિના કાળા કારોબારને બેનકાબ કરવા હોસ્પિટલમાં પોલીસના ધામા, અન્ય બીજા નામો ખૂલવાની શક્યતા !

ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ મુદે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલને આશંકા છે કે, FIR માં જે નામો છે એ ઉપરાંતના નામો પણ કૌભાંડમાં હોય શકે છે. આ સમગ્ર બાબતે પોલીસ તપાસ કરી રહી છે. બાકીના ત્રણ આરોપીઓને ઝડપવા ઉપરાંત, અન્ય છુપા આરોપીઓ ને પણ શોધવાની કવાયત શરૂ કરી છે.

Video : ખ્યાતિના કાળા કારોબારને બેનકાબ કરવા હોસ્પિટલમાં પોલીસના ધામા, અન્ય બીજા નામો ખૂલવાની શક્યતા !
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Nov 19, 2024 | 10:03 PM

ખ્યાતિ હોસ્પિટલે કરેલા કારનામાં અંગે સૌ કોઈ વાકેફ છે. આ કાંડમાં માત્ર 5 કે 6 આરોપી નહિ અન્ય અનેક આરોપીઓ હોય શકે છે તે શક્યતાઓને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશ્નરના આદેશથી તપાસ શરૂ કરી દઈ અત્યાર સુધી નહીં ઝડપાયેલા આરોપીઓને ઝડપવા માટે લુકઆઉટ નોટિસ સહિતની પ્રકીર્યા શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર બાબતને લઈ અનેક સવાલો ઊભા થાય છે…

  • ખ્યાતિ હોસ્પિટલ માં અત્યાર સુધી માત્ર એક આરોપીનીજ ધરપકડ કેમ?
  • આ સાથે બાકીના આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે કેમ ન શોધ્યા?
  • Fir માં નોંધાયેલ બાકીના 4 આરોપીઓ ને શોધવામાં વસ્ત્રાપુર પોલીસ કેમ નિષ્ફળ રહી?

ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણીની પોલીસ ધરપકડ કરી છે પરંતુ FIR માં જે નામો નોંધાયા છે તેમાં

પરફેક્ટ Life Partner અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત, જુઓ Video
સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો
સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી
નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level
અમદાવાદમાં બનશે દેશનો સૌથી ઉંચો 'સિટી સ્ક્વેર', જાણો શું છે તેની વિશેષતાઓ?
  • ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ,
  • ડૉ. સંજય પટોલીયા,
  • રાજશ્રી કોઠારી,
  • ચિરાગ રાજપુત,
  • અને CEO આ તમામ લોકો હજી પોલીસ પકડથી દૂર છે.

ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ અંગે આરોગ્ય વિભાગ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના સભ્ય અને સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMO ડો પ્રકાશ મહેતાએ વસ્ત્રાપુર પોલીસ મથકે નામજોગ નોંધાવેલી ફરિયાદને એક સપ્તાહ આજે પૂરો થઈ ગયો છતાં વસ્ત્રાપુર પોલીસ માત્ર એકજ આરોપીને પકડી શકી અને એટલેજ વસ્ત્રાપુર પોલીસની તપાસ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલેને તો શંકા છે કે FIR માં નોંધાયેલ અન્ય આરોપીઓ ઉપરાંતના નામો પણ આ મામલામાં હોય શકે છે. FIR માં રહેલા બાકીના આરોપીઓ ને શોધવા તથા અન્ય મુદ્દાઓની ઊંડાણ પૂર્વક તપાસ કરવા ત્રણ PI ની ટીમ બનાવવામાં આવી છે, જે વિવિધ દિશામાં તપાસ કરી રહ્યા છે. તેવું JCP ક્રાઇમ શરદ સિંઘલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું.

આરોપીઓ સામે લુક આઉટ નોટિસ જાહેર

આ કૌભાંડનો એક આરોપી ઓસ્ટ્રેલિયામાં છે અને અન્ય આરોપીઓ વિદેશના ભાગી જાય તે માટે પાસપોર્ટની વિગતો મેળવી લુક આઉટ નોટિસ જાહેર કરવાની પ્રકીર્યા શરૂ કરવામાં આવી છે.

વિદેશમાં જે આરોપી છે તે જો ભારત પરત નહીં ફરે તો તેની રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની પ્રકીર્યા આગામી દિવસોમાં કરવામાં આવશે ખ્યાતિમાં ક્રાઇમ બ્રાન્ચનું ચાર કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું.

ખ્યાતિ હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન રાત્રે આઠ વાગે પૂર્ણ કર્યું

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ત્રણ PI ની ટીમોએ ખ્યાતિ હોસ્પિટલમાં સાંજે 4 વાગ્યા થી શરૂ કરેલ સર્ચ ઓપરેશન રાત્રે આઠ વાગે પૂર્ણ કર્યું હતું. સરકાર દ્વારા નિમાયેલ તબીબી અને મેડિકલ ટીમને સાથે રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ ના તમામ માળ પર તપાસ કરી હતી. દરેક વિભાગો અને એડમિન ઓફિસમાં સર્ચ કરી બોક્સ ભરીને વિવિધ ફાઇલ તથા દસ્તાવેજો કબ્જે કર્યા હતા સાથેજ કોમ્પ્યુટર અને સીપીયુ કબ્જે કરવા ઉપરાંત કેટલાક ડીઝીટલ ડેટા પણ મેળવ્યા હતા. કબ્જે કરાયેલ દસ્તાવેજો નો મેડિકલ અને લીગલ ટિમોને સાથે રાખી અભ્યાસ અને તપાસ કરવામાં આવશે અને તેના આધારે PMJY ના વધુ કૌભાંડના ખુલાસા થઈ શકે છે.

વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video
વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video
ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ
PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ
g clip-path="url(#clip0_868_265)">