આ તો કેવી કરૂણતા? ફાધર્સ ડે પર 7 વર્ષનો માસૂમ પપ્પાની રાહ જોઈ રહ્યો છે અને માતાપિતા બંનેનું પ્લેન ક્રેશમાં થયુ છે મૃત્યુ- Video
અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનાએ અનેક પરિવારોનો માળો વેરવિખેર કરી નાખ્યો છે. આવુ જ એક મેઘાણીનગરમાં રહેતુ દંપતી પણ આ પ્લેનક્રેશમાં મૃત્યુ પામ્યુ છે. આધાર કાર્ડ કઢાવવા માટે બહાર નીકળેલા પતિ-પત્ની પ્લેનક્રેશમાં મૃત્યુ પામ્યા છે અને તેમની પાછળ 20 વર્ષની દીકરી અને 7 વર્ષનો માસૂમ નિરાધાર બન્યા છે.
અમદાવાદમાં 12 જૂનના રોજ ગુરુવારે ઘટેલી પ્લેન ક્રેશની ગોજારી દુર્ઘટનામાં અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે. આવો જ એક પરિવાર અમદાવાદના મેઘાણીનગર નો છે. રણવીરસિંહ અને તેમના પત્ની ચેતનાબા આધારકાર્ડ ના કામથી ઘરેથી બહાર નીકળ્યા હતા અને એ સમયે જ પ્લેન ક્રેશ થતા રસ્તામાં જ મૃત્યુ મળ્યુ. આ પરિવાર ઓળખ સમાન આધારકાર્ડ ના કામથી બહાર નીકળ્યો અને પરિવાર માટે આધાર સમાન પતિ-પત્ની ના મૃત્યુ થયા. હાલ તેમના બે સંતાનોમાં 20 વર્ષની દીકરીને માતાપિતા ન રહ્યા હોવાની જાણ થઈ છે જ્યારે 7 વર્ષનો માસૂમ બાળક હજુ પિતાની રાહ જોઈ રહ્યો છે. બાળક મનમાં હજુ એવુ જ છે કે મમ્મી પપ્પા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ફાધર્સ ડે પર પપ્પાની આવવાની રાહમાં બાળક
જૂન મહિનાનો બીજો આજે બીજો રવિવાર જે ફાધર્સ ડે તરીકે મનાવાય છે. આજે ફાધર્સ ડે પર 7 વર્ષનો આ માસૂમ પપ્પાની રાહ જોઈ રહ્યો છે. જો ક આ બાળકને ખબર જ નથી કે પિતા ક્યાં ગયા છે. મનદીપ નામનો આ માસૂમના માતા-પિતા 12 જૂને બપોરે આધાર કાર્ડના કામથી બહાર ગયા એ ગયા પછી પરત જ નથી આવ્યા.
બાળક નથી જાણતો મમ્મી-પપ્પા હવે નથી રહ્યા
પરિવારના સભ્યોએ બાળકને પિતા આ દુનિયામાં ના રહ્યા હોવા ની જાણ નથી કરી ને એના જ કારણે એ પિતા હોસ્પિટલમાં હોવાનું જણાવી રહ્યો છે. બાળકને પિતાના DNA મેચ માટે હોસ્પિટલ લઈ જવાયો ત્યારે બ્લડ ટેસ્ટ પણ ચોકલેટ ખવડાવી લેવા પડયા હતા. સમગ્ર ઘટનાથી જ બાળક અજાણ હોવાથી tv9ની ટીમે પણ એમની સામે પરિવારજન સાથે કંઈ વાત કરવાનું ટાળી એ બહાર ગયો ત્યારે અન્ય સભ્યો સાથે વાતચીત કરી હતી.
ઘટના બન્યા બાદ પરિવારના સભ્યોએ રણવીર સિંહ અને એમના પત્ની ચેતનાબા ને શોધવાના પ્રયત્ન કર્યા હતા. શરૂઆતમાં બંને ક્યાંક ગુમ થયા હોવાનું પરિવારના સભ્યોને લાગતું હતું જો કે લોકેશન પ્લેન ક્રેશ ની જગ્યાના મળ્યા બાદ ત્યાં તપાસમાં આધાર કાર્ડની કોપી અને વ્હિકલની નંબર પ્લેટ પરથી જાણ થઈ કે ક્રેશમાં બંનેના નિધન થયા છે. હાલ પરિવારજનો બંનેના મૃતદેહ મળવાની રાહ જોઇને બેઠા છે.