AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સાબરમતી સફાઈ ઝુંબેશ દરમિયાન પ્રથમ દિવસે 70 ટન કચરો નદીમાંથી બહાર કઢાયો- Video

દેશની 12 પ્રદૂષિત નદીઓમાં બીજા નંબરે આવતી અમદાવાદની સાબરમતી નદીમાં હાલ કોર્પોરેશન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નદીની સફાઈ દરમિયાન પ્રથમ દિવસે 70 ટન કચરો બહાર કાઢવામાં આવ્યો.

Narendra Rathod
| Edited By: | Updated on: May 20, 2025 | 4:14 PM
Share

અમદાવાદમાં સાબરમતી નદીની સફાઈ કામગીરી મનપાએ હાથ ધરી છે..સાબરમતી સફાઈ ઝૂંબેશને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે..નદી સફાઈના પ્રથમ દિવસે જ 70 ટન જેટલો કચરો નદીમાંથી કાઢવામાં આવ્યો હતો. આ પહેલીવાર નથી કે જ્યારે નદીની સફાઈ થઈ રહી હોય. આ અગાઉ 2019માં પણ આવી જ રીતે નદી સાફ કરી 500 ટન કચરો બહાર કઢાયો હતો. હવે ફરીવાર સફાઈની શરૂઆત કરાઈ છે ત્યારે પર્યાવરણવિદે નદીની સફાઈની પ્રક્રીયાને થીગડા મારવાની પ્રક્રિયા સાથે સરખાવી રહ્યા છે. પર્યાવરણવિદનો દાવો છે કે નદીમાંથી કચરો અને કાપ તો નીકળી જશે પણ જ્યાં સુધી ગંદુ પાણી અને સમગ્ર નદીને સાફ નહીં કરવામાં આવે ત્યાં સુધી નદી સાફ નહીં થાય

 દેશની પ્રદૂષિત નદીઓમાં બીજા નંબરે આવે છે સાબરમતી નદી

2022માં લોકસભામાં રજૂ કરાયેલા ‘સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’ ના રિપોર્ટ અનુસાર સાબરમતી ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાતની સાબરમતી અને મીંઢોળા નદીની સફાઈ માટે 2017-18ની સ્થિતિએ 808.53 કરોડ રૂપિયા મંજુર કર્યા હતા. જેમાંથી એ જ વર્ષે 333.26 કરોડનું ફંડ રિલીઝ કરાયું હતું. આ સિવાય લોકસભાના આંકડાઓ મુજબ નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ ગુજરાતની સાબરમતી અને મીંઢોળા નદીની માટે કેન્દ્ર સરકારે 2014-15માં 44 કરોડ, 2016-17 માં 71.40 કરોડ અને 2017-18માં 62 કરોડની ફાળવણી કરી હતી. કોંગ્રેસે પણ નદીની સફાઈ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

એક તરફ અમદાવાદમાં સાબરમતી નદીના બન્ને કાંઠે બનાવાયેલો રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર છે તો બીજી તરફ બન્ને રિવરફ્રન્ટની વચ્ચેથી વહી રહેલા પાણીની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા છે. tv9 ની ટીમ સાબરમતી નદીના ખાલી પટમાં પહોંચી ત્યારે વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઈનમાં ગટરના પાણી વહેતા જોવા મળ્યા. જે બાબતે અગાઉ હાઇકોર્ટે પણ સુઓમોટો લઈ સરકારને ફટકાર આપી હતી. પરંતુ હજુ સમસ્યા ઠેરની ઠેર છે.

“રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી, આગામી 22 મે થી 1 લી જૂન સુધી અનેક જિલ્લાઓમાં 2 થી 4 ઈંચ વરસાદ થવાની શક્યતા- Video”– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">