AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : DNA મેચ કર્યા બાદ પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો, 190થી વધુ એમ્બ્યુલન્સ Civil ની બહાર સ્ટેન્ડબાય, જુઓ Video

12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટથી ઉડાણ ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 માં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ફ્લાઇટ ટેકઓફ થયા બાદ બે મિનિટમાં જ ક્રેશ થતાં 241 મુસાફરોના મૃત્યુ થયા હતા. મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી 6 મૃતદેહોની ઓળખ થઈ છે. DNA ટેસ્ટ બાદ સૌપ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

Breaking News : DNA મેચ કર્યા બાદ પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો, 190થી વધુ એમ્બ્યુલન્સ Civil ની બહાર સ્ટેન્ડબાય, જુઓ Video
Narendra Rathod
| Edited By: | Updated on: Jun 14, 2025 | 4:40 PM
Share

12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ટેકઓફ થઈ હતી. પણ ફ્લાઇટ ઉપડ્યા બાદ માત્ર બે મિનિટમાં મેઘાણીનગર વિસ્તારમાં પ્લેનનું પાછળનો ભાગ ઝાડ સાથે અથડા બાદ પ્લેન ક્રેશ થતાં ભીષણ વિમાન દુર્ઘટના ઘટી હતી. ઘટનામાં 241 મુસાફરોનાં સ્થળ પર જ મોત થયાં હતા, જેમાં ક્રૂ-મેમ્બર, યાત્રીઓનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં 169 ભારતીયો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક સામેલ હતા.

DNA મૈચિંગથી ડેડબોડીની ઓળખ

વિમાન અકસ્માત બાદ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્શિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 14 જૂનના રોજ બપોરે 3 વાગે પ્રથમ વખત એક મૃતદેહનો DNA પરિવારજનો સાથે મેળ ખાતાં, તેને સત્તાવાર રીતે સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1200 બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પરથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ બહાર લવાયો હતો. ઘટના બાદ અમદાવાદ સિવિલમાં 192 એમ્બ્યુલન્સ તથા શબવાહિનીઓને સ્ટેન્ડબાય સ્થિતિમાં રાખવામાં આવી હતી અને તમામ ડ્રાઈવરોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 6 મૃતદેહ ઓળખાયા

હેલ્થ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 248 વ્યક્તિઓના DNA સેમ્પલનો વિઘટન (વિશ્લેષણ) કરવામાં આવ્યો છે, જેમાંથી 6 મૃતદેહોના DNA પરિવારજનો સાથે મેચ થયા છે અને તેમના મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે.

કાટમાળ કાઢતી વખતે એર હોસ્ટેસનો મૃતદેહ મળ્યો

અકસ્માત સ્થળ નજીક આવેલી બીજે મેડિકલ કોલેજની “અતુલ્યમ હોસ્ટેલ”ના પાછળના ભાગમાં વિમાનની પૂંછડી અથડાઈ હતી. Ahmedabad Fire Brigade દ્વારા આજે સવારે કાટમાળને કાપી એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જે શક્યતા છે કે એર હોસ્ટેસ હોઈ શકે. ફાયર બ્રિગેડના એક જવાને જોખમ ભરી કામગીરી કરી અને અંદર જઈને મકાનના ભાગને કાપી મૃતદેહ સુધી પહોંચ્યો હતો. મૃતદેહને કપડાંમાં બાંધીને દોરડા વડે છત પરથી નીચે લાવાયો હતો.

ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ, એકની સ્થિતિ ગંભીર

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોને ઇજા પહોંચી છે. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવાયું છે. અન્ય ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલે ભરતી કરી તાત્કાલિક સારવાર શરૂ કરી છે.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">