અમદાવાદઃ માતાએ પ્રેમી સાથે મળી પોતાના જ પુત્રનું કર્યુ અપહરણ, બંનેની ધરપકડ
અમદાવાદમાં પ્રેમી સાથે મળીને માતાએ 4 વર્ષના બાળકનું અપહરણ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. રાણીપ પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરવામાં આવી. પ્રેમી સાથે ઘર સંસાર શરૂ કરીને બાળકને મેળવવા રચયુ હતુ કાવતરૂ. પોલીસે બાળકને સલામત છોડાવીને પિતાને સોંપ્યો. પોલીસે માતા અને તેના પ્રેમીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના રાણીપમાં 4 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. ઘટનાને પગલે પોલીસ દ્વારા બાળકને શોધવા માટે તપાસ શરુ કરવામાં આવી હતી. પરંતુ બાળકનું અપહરણ અન્ય કોઈએ નહીં, તેની માતાએ જ કરી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસ પણ આ જાણીને ચોંકી ઉઠી હતી. પરંતુ તપાસ કરતા અપહરણનું કારણ વધારે ચોંકાવનારુ સામે આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ વેસેલિનની નાનકડી ડબ્બી છે ખૂબ કામની, સ્કિન ડ્રાય થી રોકવા સાથે આ 5 રીતે ઉપયોગ કરી શકાય છે, જુઓ
પુત્રનું અપહરણ કરનારી માતા પોતાના પ્રેમી સાથે ભાગૂ ચૂકી હતી. હવે પોતાના પુત્રનુ અપહરણ કરતા પોલીસે તેને ઝડપી લીધી છે. પોલીસે તેના પ્રેમીને પણ ઝડપીને અપહરણના ગુના હેઠળ કાર્યવાહી શરુ કરી છે. ચાર વર્ષના પુત્રનુ અપહરણ થવાની વાતને લઈ પોલીસે તપાસ શરુ કરીને બાળકને છોડાવી લેવા માટે પ્રયાસ શરુ કર્યો હતો.
છરી બતાવી કર્યુ અપહરણ
ઘટના એવી છે કે રાણીપ વિસ્તારમા 4 વર્ષનો બાળક ઘરે દાદા-દાદી સાથે રમી રહયો હતો. ત્યારે આરોપી માતા જયશ્રી મૌર્ય અને તેનો પ્રેમી દિનેશ પરમાર અને તેમનો મિત્ર મનોજ ઉર્ફે કાળુ રિક્ષામાં આવ્યા હતા. જેઓ બાળકના દાદા-દાદીને છરી બતાવીને 4 વર્ષના બાળકનુ અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. જે ઘટનાની જાણ પરિવારે પોલીસને કરતા પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને તાત્કાલિક શોધખોળ શરૂ કરી. અને પોલીસ કંટ્રોલ માંથી ઘટનાના મળેલા મેસેજના કલાકોમાં જ જયશ્રી અને દિનેશની પોલીસે ધરપકડ કરીને બાળકને કલોલ થી મૃકત કરાવી પિતાને સોંપ્યો હતો.
યશરાજ મોર્યના 2016મા જયશ્રી સાથે સમાજના રીત-રિવાજ મુજબ લગ્ન થયા હતા. તેમને 4 વર્ષનો દિકરો છે. જયશ્રી અને દિનેશ પરમાર રાણીપ વિસ્તારમાં રહેતા હોવાથી અને દિનેશ રીક્ષા ચલાવતો હોવાથી એકબીજાના પરિચયમાં આવતા તેઓ વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો. અને જયશ્રીએ પ્રેમીને પામવા 4 વર્ષના દિકરાને છોડીને પ્રેમી સાથે નાસી ગઈ હતી. છેલ્લા છ માસથી જયશ્રી અને દિનેશ સાથે રહે છે. જયારે તેનો પતિ યશરાજ ખાનગી સિકયુરીટી કપંનીમા નોકરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. પ્રેમીને મેળવ્યા બાદ જયશ્રી પોતાના 4 વર્ષના દિકરાને મેળવવા માંગતી હતી. જેથી પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને જયશ્રી જયારે યશરાજ નોકરી પર હતો ત્યારે યશરાજના ઘરે જઈ બાળકનુ અપહરણ કર્યુ. પરંતુ કાયદાકીય પ્રકીયાથી બાળકને મેળવવાના બદલે ગુનાહિત કૃત્ય કરતા પોલીસે ગુનો નોંધીને બન્ને આરોપીની ધરપકડ કરી છે.
હજુ એક આરોપીની શોધખોળ
રાણીપ પોલીસે બાળકના અપહરણ કેસમા જયશ્રી અને દિનેશ પરમારની ધરપકડ કરી છે. જયારે મનોજ ઉર્ફે કાલી હજુ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત બાળકના અપહરણ પાછળના કારણોની પણ તપાસ શરૂ કરી છે. સાથે પોલીસ તપાસમાં એ પણ વિગત સામે આવી છે કે જયશ્રી એક વર્ષ પહેલાં ઘરેથી જતી રહી હતી ત્યારે તેના ગુમ થયાની પણ ફરિયાદ થઈ હતી. અને હવે જયશ્રી તેના પ્રેમી સાથે રહેવા જતી રહી છે. ત્યારે આ કેસમાં આગળ શું થાય છે તે પણ એક જોવાનો વિષય બની રહે છે.