વીડિયો: વિદેશ પ્રવાસ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે અયોધ્યા જશે, ભગવાન રામની કરશે પૂજા
આજે બપોરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચશે અયોધ્યા પહોંચશે. ત્યાં તેઓ ભગવાન રામની પૂજા કરશે અને બાદમાં રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરશે. આ સાથે જ શાહનવાજપુરમાં ગુજરાત ભવન માટે ફાળવાયેલી જગ્યા અંગે પણ તેઓ સમીક્ષા કરશે.
વાયબ્રન્ટ સમિટ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે. 25 નવેમ્બરથી લઈને 2 ડિસેમ્બર સુધી તેઓ જાપાન અને સિંગાપોરના વિવિધ શહેરોની મુલાકાત લેવાના છે.જો કે વિદેશ પ્રવાસ પહેલા આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા જશે. જાપાન પ્રવાસે જતા પહેલા તેઓ અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરી આશીર્વાદ મેળવશે.
આજે બપોરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચશે અયોધ્યા પહોંચશે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા રવાના થયા. એરપોર્ટ પર ગૃહ મંત્રી હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા,નાણાં પ્રધાન કનુભાઈ,અવંતિકા સિંઘ અને અમદાવાદ કલેકટર સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. અ
યોધ્યામાં મુખ્યપ્રધાન ભગવાન રામની પૂજા કરશે અને બાદમાં રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરશે. આ સાથે જ શાહનવાજપુરમાં ગુજરાત ભવન માટે ફાળવાયેલી જગ્યા અંગે પણ તેઓ સમીક્ષા કરશે. મુખ્યમંત્રી અયોધ્યાથી મુંબઇ અને ત્યાથી તેઓ જાપાન રવાના થશે.
આ પણ વાંચો- આજની ઇ-હરાજી : સુરેન્દ્રનગરના ચોટીલામાં ઓછી કિંમતમાં રહેણાંક મિલકત ખરીદવાની તક, જાણો શું છે વિગત
શું છે વિદેશ પ્રવાસના કાર્યક્રમ ?
મહત્વનું છે કે CM ભૂપેન્દ્ર પટેલ 26થી 30 નવેમ્બર સુધી જાપાનની મુલાકાત લેશે. 1 ડિસેમ્બરે પ્રતિનિધિ મંડળ સાથે તેઓ સિંગાપોર જશે. સિંગાપોરમાં સરકારના વિવિધ અધિકારીઓ સાથે તેમની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. તો 1 ડિસેમ્બરે બેઠક પૂર્ણ કર્યા બાદ 2 ડિસેમ્બરે પ્રતિનિધિ મંડળ સાથે તેઓ વિવિધ સ્થળોની મુલાકાત લેશે. ત્યારબાદ ગુજરાત આવવા રવાના થશે.
1 થી 2 ડિસેમ્બરે મુખ્યપ્રધાન સિંગાપોરમાં બેઠક કરશે. મુખ્યપ્રધાન નાયબ વડાપ્રધાનની સાથે મીટીંગ કરશે અને ગુજરાત જાપાન વચ્ચે આર્થિક વ્યવસ્થા મજબૂત બને તેવા પ્રયાસ કરાશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી શૃંખલા માટે મુખ્યપ્રધાન જાપાન અને સિંગાપોરની મુલાકાતે રવાના થવાના છે. 27 મીએ ટોકિયો ગવર્નર સાથે મીટીંગ કરશે. મુખ્યપ્રધાન સાથે સરકારનું પ્રતિનિધિ મંડળ સિંગાપોરમાં પણ વન ટુ વન મીટીંગો કરશે.મુખ્યમંત્રી સાથે CS સહિત વિવિધ અધિકારીઓ ઉદ્યોગપતિ પણ વિદેશ પ્રવાસ જશે.