હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી વરસાદને લઇને આગાહી, જાણો કયાં વિસ્તારમાં ફરી માવઠું થશે, જુઓ વીડિયો

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે.

Darshal Raval
| Edited By: | Updated on: Dec 07, 2023 | 4:13 PM

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 15થી 20 ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે.

અરબી સમુદ્રમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાનું અનુમાન

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જે સિસ્ટમ વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે. જે સિસ્ટમ 12 ડિસેમ્બર બાદ લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનશે. જે સિસ્ટમના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

કાતિલ ઠંડી વિશે પણ અનુમાન વ્યક્ત કર્યુ

અંબાલાલ પટેલ ના અનુમાન પ્રમાણે 13 અને 16 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાશે. જેના કારણે રાજ્યમાં અલગ અલગ વરસાદી સિસ્ટમના કારણે કમોસમી વરસાદ રહી શકે છે, તો આગામી 15 થી 20 ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. જ્યાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ તારીખ 12, 13 ડિસેમ્બરના રોજ કાતિલ ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. આ તમામ પ્રક્રિયા અલ નિનો ની અસર ના કારણે એક બાદ એક લો પ્રેશર બની રહ્યા છે તેવું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.

આગામી 5 દિવસ વાતાવરણ સુકુ રહેશે

આ તરફ હવામાન વિભાગે પણ રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. જોકે રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના વ્યક્ત કરાઈ છે. તેમજ રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહશે. જ્યાં ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં તાપમાન 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં તાપમાન 17 ડિગ્રી આસપાસ રહેશે. જેમાં 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી જેટલું વધશે. જોકે આજે અમદાવાદ માં તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાશે તેવું પણ હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">