રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ શખ્શોની પૂછપરછ કરી તો નકલી પોલીસનો ભેદ ઉકેલાયો

રામોલ પોલીસ પેટ્રોલિંગમાં હતીએ દરમિયાન શંકા આધારે પોલીસે બે શખ્સોને રોકીને પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી. તો બંને શખ્સોની પૂછપરછમાં નકલી પોલીસનો ભેદ ઉકેલાયો. રામોલ પોલીસે બંને શખ્સો સામે નકલી પોલીસનો ગુનો દાખલ કરી બંનેએ આચરેલ ગુના અંગે તપાસ શરુ કરી છે. આમ અમદાવાદમાં વધુ એકવાર નકલી પોલીસની ઘટના સામે આવી છે.

રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ શખ્શોની પૂછપરછ કરી તો નકલી પોલીસનો ભેદ ઉકેલાયો
નકલી પોલીસનો ભેદ ઉકેલાયો
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 25, 2023 | 2:36 PM

પોલીસની નજરમાં ગુનેગારો છટકી શકતા હોતા નથી. પોલીસ માટે આવા જવાનો મહત્વનુ અંગ હોય છે કે, જેમની નજર ગુનેગારોને પારખવામાં માહિર હોય છે. આવી જ રીતે રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલ રામોલ પોલીસની ટીમના જવાનની નજરે બે શખ્શો ચડ્યા હતા. બંનેની વર્તણુંક શંકાસ્પદ ભરી જણાતા જ બંનેને રોકીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં અસલી પોલીસને નકલી પોલીસ હાથ લાગી હતી.

આ પણ વાંચોઃ રિંકૂ સિંહે અંતિમ બોલ પર ફટકારેલ ‘વિનિંગ સિક્સર’ કેમ ના આવી કામ? આ નિયમને કારણે 6 રન ઉમેરાયા નહીં

માહિતી પ્રમાણે 23 નવેમ્બરે રામોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ બે શખ્સ યાસીન વોરા અને સરફરાઝ દત્તુને રોકી પૂછપરછ કરી. આ પૂછપરછમાં બને શખ્સો ભાંગી પડ્યા અને પોતે 14 નવેમ્બરે નકલી પોલીસ બનીને ગુનો આચર્યા હોવાની કબૂલાત કરી.

કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા

બને શખ્સોએ પોલીસને પૂછપરછ દરમિયાન માહિતી આપતા જણાવ્યું કે, તેઓ 14 નવેમ્બરે રામોલમાં સુરતી સોસાયટી પાસે બાઇક સાથે ઉભા હતા. ત્યારે સીટીએમ ખાતે રહેતા કિશન પંચાલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલ યાસીન વોરા અને સરફરાજ અન્સારીએ કિશનને રોકયો. તે ગેરકાયદેસર ધંધો કરે છે તેવી ધમકી આપી પોલીસ સ્ટેશન લઈ જવા અને કેસ કરવાની ધમકી આપી. જેથી કિસને પોલીસ સ્ટેશન નહિ જવા કહેતા સર્ફરાજે છરી બતાવી કિશન પાસેથી બે મોબાઈલ અને 1000 રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયેલ.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

CCTV આધારે તપાસ

પોલીસે માહિતીના આધારે ઘટનાની તપાસ કરી. જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા. જે ઘટનામાં પોલીસે ભોગ બનનાર ની ફરિયાદ લઈ બને શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરી. સાથે જ બને શખ્સો પાસેથી પોલીસે મોબાઈલ અને રોકડ રકમ પણ કબજે કર્યા. સાથે જ ઘટનામાં ઉપયોગ કરેલ બાઇક પણ કબજે કર્યું.

પોલીસ તપાસમાં બને પાસે કામ ધંધો નહિ હોવા અને નાણાં ની જરૂર હોવાથી ગુનો કર્યાની બને શખ્સોએ કબૂલાત કરી. સાથે જ પકડાયેલ બને શખ્સમાં સરફરાઝ સામે અગાઉ રીક્ષા ચોરીનો ગુનો રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોવાનું પણ ખુલ્યું છે. તો સાથે જ પકડાયેલા શખ્સો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">