અમદાવાદ: વિશાલાથી પીરાણા જતો શાસ્ત્રી બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ, માત્ર નાના વાહનો જ પસાર થઇ શકશે

જો તમે અમદાવાદમાં જુહાપુરાથી પીરાણા તરફ જવાનું વિચારો છો અને તમારી પાસે ભારે વાહન છે તો તમારે થોડા મહિના માટે અંજલિ તરફ થઈ પીરાણા જવાનું રહેશે. કેમ કે વિશાલા થી પીરાણા તરફ જતો બ્રિજ સમારકામ ને લઈને વાહનની અવર જવર માટે સંપૂર્ણ બંધ કરાયો છે. જ્યારે આ સમારકામ દરમિયાન ભારે વાહન સિવાય નાના વાહનો બીજા બ્રિજ પર બને તરફ આવજા કરી શકશે.

અમદાવાદ: વિશાલાથી પીરાણા જતો શાસ્ત્રી બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ, માત્ર નાના વાહનો જ પસાર થઇ શકશે
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 08, 2023 | 4:35 PM

જો તમે અમદાવાદમાં રહો છો અને જુહાપુરાથી પીરાણાવાળા માર્ગ તરફ જવાનું વિચારો છો, તો તમારે વૈકલ્પિક માર્ગ પસંદ કરવાનો રહેશે. વિશાલાથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજ સમારકામ હાથ ધરાયુ છે. જેને લઈને વાહનની અવર જવર માટે બ્રિજ સંપૂર્ણ બંધ કરાયો છે.સમારકામ દરમિયાન બ્રિજ પરથી માત્ર નાના વાહનો જ અવર જવર કરી શકશે. ભારે વાહનો માટે આ બ્રિજ સંપૂર્ણ બંધ રહેશે.

જો તમે અમદાવાદમાં જુહાપુરાથી પીરાણા તરફ જવાનું વિચારો છો અને તમારી પાસે ભારે વાહન છે તો તમારે થોડા મહિના માટે અંજલિ તરફ થઈ પીરાણા જવાનું રહેશે. કેમ કે વિશાલા થી પીરાણા તરફ જતો બ્રિજ સમારકામ ને લઈને વાહનની અવર જવર માટે સંપૂર્ણ બંધ કરાયો છે. જ્યારે આ સમારકામ દરમિયાન ભારે વાહન સિવાય નાના વાહનો બીજા બ્રિજ પર બને તરફ આવજા કરી શકશે. આ સમયે ટ્રાફિક ન થાય માટે પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે રહેશે.

40 વર્ષ જુનો છે બ્રિજ

વિશાલા ખાતે બનેલો શાસ્ત્રી બ્રિજ લગભગ 40 વર્ષ જુનો છે. છેલ્લા ઘણા સમયથી તે જર્જરિત અવસ્થામાં છે. શાસ્ત્રી બ્રિજ પર પહેલા પ્લાસ્ટર સહિતનું કામ કરવામાં આવ્યું હતું, પણ હાલમાં બ્રિજમાં એક્સપન્સન જોઈન્ટ તેમજ બેરિંગ રીપેરીંગનું કામ કરવામાં આવ્યુ છે. જેને લઇને શાસ્ત્રી બ્રિજને હાલ થોડા મહીના માટે બંધ કરવામાં આવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

થોડા મહીના સુધી ચાલશે બ્રિજનું સમારકામ

અગાઉ જર્જરિત શાસ્ત્રી બ્રિજ અંગે TV9 દ્વારા અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો. જે પછી તંત્ જાગ્યુ હતુ અને ભારે વાહનોની અવર જવર માટે બ્રિજ થોડો સમય બંધ કરી સમારકામ કરવામાં આવ્યુ હતુ. જોકે મૂળ સમારકામ બાકી હોવાથી ટેન્ડર બહાર પાડી કામ કરવામાં આવી રહ્યુ છે. અંદાજે 5 કરોડ ના ખર્ચે બ્રિજ નું સમારકામ કરવામાં આવશે. આ કામ અંદાજે 4 થી 6 મહિના ચાલી શકે તેમ છે.

કયો વૈકલ્પિક માર્ગ અપનાવવાનો રહેશે ?

બ્રિજ જ્યાં સુધી બંધ રહેશે ત્યાં સુધી ભારે વાહનોએ વિશાલાથી વાસણા અને અંજલિ થઇ પીરાણા જવાનું રહેશે અને એજ રીતે બીજી તરફથી ભારે વાહનોએ એ જ રીતે પસાર થવાનું રહેશે. માત્ર નાના વાહનો જ બ્રિજ પરથી પસાર થઇ શકશે.

શાસ્ત્રી બ્રિજ એસજી હાઇવેને જોડતો બ્રિજ છે. આ માર્ગ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ હોવાથી તે અમદાવાદ શહેર સહિત સાણંદ, બાવડા, ગાંધીનગર, વડોદરા સહિત વિવિધ શહેર અને ગામને જોડે છે. દિવસ દરમિયાન હજારો વાહનો અહીંથી પસાર થાય છે. બ્રિજ બંધ રહેતા મોટા પ્રમાણમાં વાહન વ્યવહારને અસર પડશે. જોકે લોકોને ઓછી હાલાકી પડે તે રીતે આયોજન કરીને બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. કામ પૂર્ણ થયા બાદ લોકોને મજબૂત અને નવ નિર્મિત બ્રિજ મળી રહેશે. જ્યાંથી લોકો વગર કોઈ ભયે પસાર થઈ શકશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">