AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફૂલ ગુલાબી ઠંડી સાથે લીલા શાકભાજીના સિઝનની શરૂઆત, પરંતુ સામાન્ય લોકોના ખિસ્સા પર પડ્યો ભાર

લીલા શાકભાજી ખાનારાઓની સિઝન આવી ચૂકી છે. પણ હજુ પણ લોકોએ લીલા શાકભાજી ખાવા માટે રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે. કેમ કે હાલમાં જે શિયાળા શાકભાજીના ભાવ હોવા જોઇએ તેના કરતાં ભાવ વધુ છે. જે ભાવ વધારાએ લીલા શાકભાજી આરોગવાની ચાહના રાખનાર લોકોનો સ્વાદ ફિકો પડ્યો છે.

ફૂલ ગુલાબી ઠંડી સાથે લીલા શાકભાજીના સિઝનની શરૂઆત, પરંતુ સામાન્ય લોકોના ખિસ્સા પર પડ્યો ભાર
Darshal Raval
| Edited By: | Updated on: Nov 24, 2023 | 6:16 PM
Share

અમદાવાદ સહિત રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની સીઝન એટલે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ શિયાળા દરમિયાન લોકોને ઠંડીનો અહેસાસ તો થાય જ છે સાથે શિયાળા શાકભાજી એવા લીલા શાકભાજી ખાવાનો પણ મોકો મળે છે કારણ કે શિયાળાની સિઝન એ લીલા શાકભાજીની સિઝન પણ કહેવાય છે જે શાકભાજી આરોગીને લોકો સ્વસ્થ રહે છે.

આ વર્ષે લોકોની સ્વાદની મજામાં ભાવ વધારો ભંગ પાડી શકે છે. કારણ કે હાલમાં સીઝનમાં શાકભાજીના ભાવ હોવા જોઈએ તેની સામે 20 ટકા જેટલા ભાવ વધુ છે. જે લોકો ના બજેટ સાથે શાકભાજીના સ્વાદ પર અસર કરી રહ્યો છે.

કઈ શાકભાજીમાં કેટલો ભાવ હોવો જોઈએ અને હાલમાં કેટલો ભાવ છે

(જમાલપુર રિટેઇલ બજારના ભાવ અનુસાર)

  • કોબી 20ની હોવી જોઈએ જેની કિંમત 40 છે
  • ફલાવર 40નું હોવુ જોઈએ જેની કિંમત 60 છે
  • ગાજર 40ના હોવા જોઈએ જેની કિંમત 60 છે
  • વટાણા 40ના હોવા જોઈએ જેની કિંમત 60 છે
  • ભટ્ટ રીંગણ 30ના હોવા જોઈએ જેની કિંમત 40 છે
  • લીંબુ 30ના હોવા જોઈએ જેની કિંમત 50 છે
  • ટામેટા 30ના હોવા જોઈએ જેની કિંમત 60 છે
  • આદુ 80નું હોવું જોઈએ જેની કિંમત 120 છે
  • લીલી હળદર 40નું હોવુ જોઈએ જેની કિંમત 100 છે
  • ગવાર 80 નું હોવું જોઈએ જેની કિંમત 100 થઈ
  • ભીંડો 60 નો હોવો જોઈએ જેની કિંમત 80 થઈ
  • ટીંડોડા 60 ના હોવા જોઈએ જેની કિંમત 80 થઈ

આ ભાવ વધારાના કારણે શાકભાજીનું ઓછું શાક તો કેટલાક શાકભાજી જીવન જરૂરિયાત વાનગી હોવાથી મોંઘી હોવા છતા પણ ખરીદી કરી રહ્યા છે. હાલમાં અમદાવાદમાં મોટા ભાગના શાકભાજી બહારના શહેર અને બહારના રાજ્ય માંથી આવે છે.

આ પણ વાંચો : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરીને લઈ સારા સમાચાર, પ્રોજકેટ કોરિડોરમાં 100 કિમી વાયડકટ બનીને તૈયાર

ડિમાન્ડ વધુ અને તેની સામે નાસિક અને પુણે સહિત અન્ય શહેરમાંથી શાકભાજી ઓછા આવે છે. જેના કારણે તેમજ ગુજરાત માંથી જે શાકભાજી આવવા જોઈએ તેની પણ આવક ઓછી છે. જે આવક ઓછી અને ડિમાન્ડ વધુ હોવાને કારણે સીઝનમાં હાલના સમય કરતા વધુ ભાવ ચાલી રહ્યા છે તેવું વેપારી કહી રહ્યા છે.

શિયાળાની શરૂઆત થતા શિયાળા શાકભાજીની શરૂઆત થાય છે. જોકે આ વખતે ઠંડી મોડા શરૂ થઈ. અને તેમાં ઠંડી શરૂ થતાં શાકભાજીના ભાવ વધુ. અને હજુ પણ શાકભાજી ની સારી આવક શરૂ થતાં 10 થી 15 દિવસનો સમય લાગી શકે છે. જે બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો આવી શકે છે. ત્યાં સુધી લોકોએ મોંઘી શાકભાજી ખાવી જ રહી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
g clip-path="url(#clip0_868_265)">