AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રેકિંગ ન્યૂઝ : હેલ્થ ઈન્સ્યોરન્સમાં થશે મોટો ફેરફાર, જાણો વીમા ધારકને કેવો થશે ફાયદો

આગામી 1 વર્ષમાં ઇન્સ્યોરન્સ ક્લેમનું કામ સરળ થઇ થશે.ઇન્સ્યોરન્સને લગતી માહિતીની પત્રિકા લોકલ ભાષામાં લોકોને મળી રહેશે. જેનો એક વર્ષમાં અમલ શરુ થઇ જશે. હાલ ફોર્મ ભરીને ક્લેમ સબમીટ કરવાની પ્રથા છે, તે આગામી સમયમાં બંધ થશે.

બ્રેકિંગ ન્યૂઝ :  હેલ્થ ઈન્સ્યોરન્સમાં થશે મોટો ફેરફાર, જાણો વીમા ધારકને કેવો થશે ફાયદો
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 23, 2023 | 3:59 PM

આજના સમયમાં મોટાભાગના લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા હોય છે. આ તમામ લોકો માટે સારા સમાચાર છે. હેલ્થ ઇન્સ્યોરન્સને લઇને મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. જેનો અમલ આગામી એક વર્ષમાં જ થઇ જશે. વીમા ધારકોએ હવે ક્લેઇમ હવે ફોર્મ ભરીને સબમીટ કરવાના રહેશે નહી. આ સાથે જ અન્ય કેટલાક ફાયદાઓ પણ થશે.

ગુજરાતીમાં ઇન્સ્યોરન્સને લગતી માહિતી પત્રિકા બનશે

11 નવેમ્બર વીમા લોકપાલ દિવસ તરીકે મનાવાય છે. જેને લઈને અમદાવાદ ખાતે વીમા લોકપાલ કાર્યલાય પર એક પત્રકાર પરિષદ રાખવામાં આવી. જ્યાં લોકો વીમા લોકપાલ વિશે જાણતા થાય જાગૃત બને તેવી અપીલ કરવામાં આવી. તો પત્રકાર પરિષદમાં માહિતી પણ આપવામાં આવી કે આગામી 1 વર્ષમાં ઇન્શ્યોરન્સ ક્લેમનું કામ સરળ થઇ થશે.ઇન્સ્યોરન્સને લગતી માહિતીની પત્રિકા લોકલ ભાષામાં લોકોને મળી રહેશે. જેનો એક વર્ષમાં અમલ શરુ થઇ જશે. હાલ ફોર્મ ભરીને ક્લેમ સબમીટ કરવાની પ્રથા છે, તે આગામી સમયમાં બંધ થશે. હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ કંપનીએ સીધા ક્લેઇમ સેટલ કરવાના રહેશે.

એપ્રિલ મહિનાથી ઇન્સ્યોરન્સ પોલિસીને લઈને પણ બદલાવ આવશે. જેમાં ઇન્સ્યોરન્સ પોલિસીની સાથે સાથે પોલિસીમાં શું સમાવિષ્ટ છે અને શું બાકાત છે તેની સમરી પણ ઇન્શ્યોરન્સ કંપનીએ આપવાની રહેશે. જે સમરી લોકોને તેમની લોકલ ભાષામાં આપવી પડશે. જેથી લોકો પોલિસીથી સારી રીતે અવગત થઈ શકે અને ભવિષ્યમાં કોઈ સમસ્યા ન સર્જાય. આઇઆરડીએ તરફથી આ સર્ક્યુલર બહાર પડાયું છે.

દુનિયાનો આ દેશ, જ્યાં મંગળવાર અને શુક્રવારે નથી થતા લગ્નો ! જાણો કેમ?
પંડિત અને બ્રાહ્મણ વચ્ચે શું તફાવત છે?
Vastu tips: ઘર બનાવતી વખતે નવા દરવાજા પર શું બાંધવામાં આવે છે?
સવાર-સવારમાં કબૂતરને જોવું કઈ વાતનો સંકેત આપે છે?
Health Tips : પિરામિડ વોક કરવાથી થાય છે અઢળક ફાયદા, જાણો આ શું છે
આજનું રાશિફળ તારીખ : 08-07-2025

ફરિયાદ માટે ગ્રાહક સુરક્ષા જ એકમાત્ર વિકલ્પ નહીં

અત્યાર સુધી વીમાને લગતી સમસ્યા કે ફરિયાદ કરવા લોકો ગ્રાહક સુરક્ષામાં જતા હતા. ફરિયાદીએ નાણાં ખર્ચી વકીલ રોકવો પડતો હતો. તેમાં ન્યાય મળતા એક, બે, ત્રણ, પાંચ કે 10 કે ઉપર વર્ષ થતા અને નાણાં પણ સમયે મળતા ન હતા.ઉપલી કોર્ટમાં કેસ પડકારતા ન્યાયમાં વધુ વિલંબ થતો. જ્યારે વીમા લોકપાલમાં માત્ર ફરિયાદ કરવાની હોય છે અને 90 દિવસમાં તેનો નિકાલ આવી જાય છે. 30 દિવસમાં નાણાં ચૂકવવાના હોય છે. જ્યાં વકીલ રોકવાનો પણ ખર્ચ નથી હોતો. લોકો ઓનલાઈન અને ગમે ત્યાંથી ફરિયાદ પણ કરી શકે છે. જોકે લોકોને વીમા લોકપાલની જાણ નહિ હોવાથી લોકો તેનો લાભ લઇ શકતા નથી. આ અંગે જાગૃતિ લાવવા 11 નવેમ્બરનો દિવસ વીમા લોકપાલ દિવસ તરીકે ઉજવાય છે.

આ પણ વાંચો-વડોદરાના 13 વર્ષના ઝિઅસે નાની ઉંમરે ઉઠાવ્યો શિક્ષણનો સેવા યજ્ઞ, UNમાં પ્રોજેક્ટ રજૂ કરવાની મળી તક

વીમા લોકપાલમાં પણ ફરિયાદ નોંધાવી શકાય

દેશભરમાં અમદાવાદ સહિત દેશભરમાં વીમા લોકપાલની 17 કચેરીઓ બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, એર્નાકુલમ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નોઈડા, પટના અને પુણેમાં આવેલી છે. વીમા લોકપાલની 17 કચેરીઓ કાર્યરત છે. જ્યાં અમદાવાદ માં આવેલી વીમા લોકપાલ કચેરીમાં ગુજરાતના નાગરિકો વીમા સંબંધીત બાબતોની સીધી ફરિયાદ કરી શકે છે. જ્યાં ઇન્સ્યોરન્સ ક્લેમને લગતા વિવાદો 90 દિવસમાં જ નિકાલ આવશે. તેમજ 30 દિવસમાં નાણાં ચૂકવવા પડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">