ભાવનગરમાં બિસ્માર રોડ મુદ્દે TV9ના અહેવાલનો પડઘો, રૂવાપરી રોડનું કામ તાત્કાલિક થયું શરૂ, વાહનચાલકોની મુશ્કેલીનો આવશે અંત

ભાવનગરમાં બિસમાર રોડ મુદ્દે TV9ના ગુજરાતીએ ધારદાર અહેવાલ પ્રસારીત કરતા તંત્ર દોડતુ થયુ છે. TV9ના ગુજરાતીના અહેવાલ બાદ નિષ્ક્રીય રહેતા અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો હોય તેમ જાણે આળસ મરડીને બેઠા થયા છે. TV9એ બિસમાર રોડને કારણે જનતા કેવી હાલાકી વેઠવા મજબુર છે તેનો ધારદાર અહેવાલ પ્રસારીત કરી જનતાની સમસ્યાને વાચા આપી હતી અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 08, 2024 | 3:11 PM

ભાવનગર મહાનગરપાલિકા નો રોડ વિભાગ ના અધિકારીઓની ઉદાસીનતા અને મનપાના શાસકો અને અધિકારીઓની નિષ્ક્રિયતાને લીધે ભાવનગર કપરા વોર્ડ માં આવેલ રૂવાપરી રોડ ની હાલત અતિશય ખરાબ થઈ જવા પામી હતી. આ રોડ પર ખૂબ જ મોટી માત્રામાં ખાડા અને કાદવ કિચડ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જવાના કારણે આ રોડ પરથી પસાર થવું ભારે મુશ્કેલ થઈ ગયું હતું. આ વિસ્તારમાં 20,000 થી વધારે લોકો વસે છે. આ સિવાય આ વિસ્તારની અંદર 200 જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોય, આમ છતાં મહાનગરપાલિકાના આ વિસ્તારમાં ભાજપના જ ચારેય કોર્પોરેટરો હોવા છતાં મનપાના રોડ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નહોતી.

જેને લઈને લોકોની સમસ્યાને વાચા આપવા માટે, લોકોની પીડા મહાનગરપાલિકાના બહેરા શાસકો સુધી પહોંચે તે માટે TV9 દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત આ રોડની સમસ્યાને લઈને અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ગઈકાલે આ જ વિસ્તારમાં આવેલ એક સ્મશાન પર જતા લોકોને પડતી હાલાકી અને મોતનો પણ મલાજો ન જળવાતો હોય તેઓ એક વિડિયો અહેવાલમાં રજૂ કરતા સરકાર પણ જાગી હતી અને સરકાર દ્વારા પણ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની આ રોડ સંદર્ભે પૂછપરછ કરાઈ હતી. જેને લઈને વાત ત્યાં સુધી વણસી ગઈ કે આ જ વિસ્તારના ભાજપના ચાર કોર્પોરેટર ભરત ચુડાસમા, ગોપાલ મકવાણા, રતનબેન વેગડ અને નીતાબેન બારૈયા સહિત ચારેય કોર્પોરેટરો એ રાજીનામાની ચીમકી આપી દીધી. આખરે ગઈકાલે રાત્રે 1 કરોડ 27 લાખ રૂપિયાની રકમ તાત્કાલિક ધોરણે ફાળવી અને આ જ સવારથી રૂવાપરી રોડનું તાત્કાલિક ધોરણે આરસીસી રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. tv9ના અહેવાલની અસાધારણ અસર થતા આખરે આ વિસ્તારના લોકો રોડની સમસ્યામાંથી મુક્તિ મળશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">