Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો થયો વાયરલ- tv9 નથી કરતુ વાયરલ વીડિયોની પુષ્ટિ- Video

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો થયો વાયરલ- tv9 નથી કરતુ વાયરલ વીડિયોની પુષ્ટિ- Video

Ajit Gadhavi
| Edited By: | Updated on: Sep 17, 2024 | 5:03 PM

ભાજપમાં ચાલી રહેલુ સદસ્યતા અભિયાન હાલ વિવાદમાં આવ્યુ છે. હાલ આ સદસ્યતા અભિયાન અંગે વીડિયો વાયરલ થયો છે. જેમા દાવો કરાઈ રહ્યો છે કે 100 સભ્યો બનાવો અને અમારી પાસેથી 500 રૂપિયા લઈ જાવ. વીડિયોમાં એક વ્યક્તિ કેટલીક મહિલાઓને સમજાવી રહ્યો છે કે તમારે ભાજપના સદસ્ય બનાવવાના છે. તમે 100 સદસ્ય બનાવો એટલે 500 રૂપિયા પાક્કા....

અત્યાર સુધી મોટી મોટી કંપનીઓમાં જે રીતે કર્મચારીઓને ટાર્ગેટ અપાતો હોય, અને ટાર્ગેટ પૂરો કરવા કર્મચારીઓ ઘણીવાર નિયમો પણે નેવે મુકી દેતા હોય તેવું કઇક ગુજરાત ભાજપમાં થઇ રહ્યું છે. ભાજપમાં પણ સભ્ય બનાવાવાનો ટાર્ગટ આપવામાં આવ્યો હોય તેવું લાગે છે. ગુજરાત ભાજપને હાલ 2 કરોડ સદસ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેને પગલે કેટલાક નેતાઓ પોતાની નીચે મોટી સંખ્યામાં સભ્ય બને તેની સ્પર્ધામાં લાગી ગયા હોય અને શરમજનક ઘટના તો હવે ત્યારે બની છે. જ્યારે સભ્યપદ માટે રૂપિયા અપાતા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરમાં કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ખુદ બોલી રહ્યાં છે કે 100 સભ્યો બનાવો અને મારી પાસેથી પાંચસો રૂપિયા લઇ જાવ. પહેલા જુઓ આ વીડિયો એટલે તમને પણ ખબર પડી જશે કે કેવી પોલંપોલ ચાલે છે.

વીડિયોમાં ભાજપના નેતા યુવરાજસિંહ પહેલા એક યુવકને પાંચસો રૂપિયા વાળી ઓફર આપે છે. ત્યારે બાદ અન્ય મહિલાઓને પણ કેવી રીતે સભ્ય બનાવવા તે શીખવે છે. તેઓ મહિલાઓને બિંદાસ ઓફર આપે છે, કે તમારા મોબાઇલ થકી સો સભ્ય બનાવો અને પાંચસો રૂપિયા લઇ જાવ..

આ વીડિયો વાયરલ થયા બાદ હાલ તો કેટલાક મહત્વના સવાલ ઉઠી રહ્યાં છે…

  • શું ભાજપ આ રીતે સદસ્ય બનાવે છે ?
  • શું સદસ્ય બનાવવા માટે રૂપિયાની ઓફર થાય છે ?
  • પક્ષના કાર્યકરોને રૂપિયા આપી સદસ્ય બનાવવાનું કામ સોંપાય છે ?
  • ટાર્ગેટ પુરો કરવા માટે આ રીતે લાલચ આપવામાં આવે છે ?
  • કેટલા કાર્યકરોને આ રીતે રૂપિયાની લાલચ આપવામાં આવી ?

પોતાને શિસ્તબદ્ધ કાર્યકરોની પાર્ટી ગણાવતી ભાજપને પોતાના જ નેતાઓ આ રીતે બદનામ કરી રહ્યા છે. ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી પગલા લેવાય તે જરૂરી છે. નહીંતર કાગળ પર મોટી અને વાસ્તવિકતામાં નાની પાર્ટી બનતા જરા પણ વાર નહીં લાગે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">