રોડની કામગીરી મુદ્દે ફરી વિવાદમાં આવી ભાવનગર મહાનગરપાલિકા, રોડની કામગીરીમાં 2 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો વિપક્ષે લગાવ્યો આરોપ- Video

ભાવનગર મહાનગર પાલિકા હંમેશા વિવાદોમાં જ રહેતી હોય છે. સારી અને સરખી સુવિધા લોકોને આપવાનું કામ મનપાનું હોય છે અને આ સુવિધા માટે મનપા લોકો પાસેથી વિવિધ ટેક્સ પણ વસુલતી હોય છે.પણ આ મહાનગર પાલિકા બધી વાતોને ઘોળીને પી ગઇ છે. વાંચો-

Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 18, 2024 | 11:46 AM

ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગની ભ્રષ્ટાચાર પર મીઠી નજરને ઓડિટ વિભાગની તપાસે ખુલ્લી પાડી દીધી છે. સીદસરના 25 વારીયામાં RCC રોડનું કામ નિયમ વિરુદ્ધ કરવામાં આવ્યું હોવાનું ઓડિટની તપાસમાં ખુલ્યું છે. ટેન્ડર ખોલવા માટે નિયત થયેલ ટેન્ડર કમિટી સમક્ષની કોઈપણ કાર્યવાહી કર્યા વગર વી.પી કન્સ્ટ્રક્શન નામની એજન્સી ને મ.ન.પા ના રોડ વિભાગે દરખાસ્ત કરીને આર.સી.સી રોડ બનાવવા માટેનું કામ સોંપી દીધું હતું. અને ટેન્ડરમાં આરાએમસીનું મટિરિયલ જ વાપરવાનું હોવા છતાં નહોતું વાપરવામાં આવેલ જે વિગતો હવે બહાર આવી છે. આમ રોડ વિભાગની અત્યંત ગંભીર બેદરકારી ઓડિટ વિભાગની તપાસમાં બહાર આવી છે.

સામાન્ય રીતે જ્યારે પણ કોઈ એજન્સીને સરકારી ટેન્ડર મુજબ કામ સોંપવામાં આવતું હોય છે ત્યારે તમામ શરતોનું પાલન કરવાનું હોય છે. પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં તો જાણે ભ્રષ્ટાચારની દુકાન જ ખોલી દીધી હોય તેવું લાગી રહ્યું છે. વધુ એક ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતા છે. ભાવનગરના રોડ વિભાગની બેદરકારી હેઠળ શહેરના સીદસર 25 વારિયામાં આવેલી શેરીઓમાં રોડનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ આ એજન્સીને જ્યારે કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે કોઈપણ પ્રકારના નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. તેવું ઓડિટ વિભાગે તપાસ કરીને સામે લાવી દીધું છે.

જ્યારે વી.પી કન્ટ્રક્શન નામની એજન્સીને કામ સોંપવાનું હતું, તે સમયે વહીવટી પ્રક્રિયા મુજબ નિયત થયેલ ટેન્ડર કમિટી સમક્ષની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. એટલે કે જ્યારે એજન્સીને કામ આપવામાં આવે છે ત્યારે ઓડિટ વિભાગ ના અધિકારી, સિટી એન્જિનિયર, કાર્યપાલક એન્જિનિયર અને ચીફ એકાઉન્ટન્ટની હાજરી હોવી જરૂરી છે અને તેમની સહી પણ ટેન્ડર પર કરવાની હોય છે. પરંતુ આ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર મ.ન.પા.ના રોડ વિભાગે સીધી જ દરખાસ્ત કરીને વી.પી કન્ટ્રક્શન નામની એજન્સી 2 કરોડ અને 34 લાખ રૂપિયાનું કામ સોંપી દેવામાં આવ્યું હતું જે કામ હવે શંકા ના દાયરામાં આવ્યું છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

જોકે આ આરસીસી રોડમાં કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે તો આવનારા દિવસોમાં જ માલુમ પડી જશે, પરંતુ સવાલ એ વાતનો છે કે રોડ વિભાગે એજન્સીને નિયમ વિરુદ્ધ શા માટે કામ કરવા દીધું અને જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં પણ આરસીસી રોડ બનાવવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રોડ બનાવતા સમયે આરએમસી પ્લાન્ટનું મટીરીયલ વાપરવાનું રહેશે તો આ નિયમનું પણ એજન્સી એ પાલન ન કર્યું અને એજેકસ મશીન દ્વારા રોડનું કામ કર્યું હોવાનું ઓડિટ વિભાગમાં બહાર આવ્યું છે. ઓડિટ વિભાગનો તપાસ રિપોર્ટ કમિશનરને સોંપવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી આનો નિર્ણય કરવામાં આવ્યો નથી.

આ સાથે જ જ્યારે આરસીસી રોડનું ટેન્ડર નો એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું, એ સમયે 1 કરોડથી વધુ રકમના કામ માટે કોન્ટ્રાક્ટરે સ્વ-ખર્ચે ક્વોલીફાઈડ એન્જિનિયર હાજર કરવાના હોય છે. જે મુજબ કાર્યવાહી પણ કરવામાં આવી નથી. આમ, રોડ વિભાગની મનમાની ના કારણે રોડની ગુણવત્તા નબળી આપીને લખલુટ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે.આ ગંભીર બાબતો સામે આવતા વિપક્ષના નેતા દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે મહાનગરપાલિકાના ચેરમેને જણાવ્યું કે વિકાસના કાર્યોમાં કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે અને આ ગંભીર બાબતે એજન્સી પર પગલા ભરવામાં આવશે. જોકે આ અંગે મનપાના ચીફ ઓડિટરને સમગ્ર મામલે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે એજન્સી એ શરતોનું પાલન કર્યું નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">