AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભયંકર માર્ગ અકસ્માત, પાંચના મોત, અનેક ઘાયલ, જુઓ Video

ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હેબતપુર અને સાંઢીડા ગામ વચ્ચે બે કાર વચ્ચે ટક્કર થઈ હતી.

Breaking News : ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભયંકર માર્ગ અકસ્માત, પાંચના મોત, અનેક ઘાયલ, જુઓ Video
Ajit Gadhavi
| Edited By: | Updated on: May 12, 2025 | 6:27 PM
Share

ભાવનગરથી અમદાવાદને જોડતા એક્સપ્રેસ હાઇવે પર હેબતપુર અને સાંઢીડા ગામ વચ્ચે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે થયેલા ધડાકાભેર અથડામણમાં પાંચ લોકોને જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માત ધોલેરા-ભાવનગર હાઇવે પર હેબતપુર પાટિયા નજીક સવારે સર્જાયો હતો, જેમાં સ્કોર્પિયો (GJ-01-WB-1997) અને કિયા સેલ્ટોસ (GJ-04-EA-7161) વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઇ. અથડામણ એટલી ગંભીર હતી કે સ્કોર્પિયો કાર હાઇવે પરથી નીચે ખાબકી ગઈ હતી.

મૃતકોની ઓળખ

આ ભયંકર અકસ્માતમાં જગ્યા પર જ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં

  • ડો. ગૌરવભાઈ ડોબરીયા

  • તીર્થભાઈ ડોબરીયા

  • અશોકભાઈ ડોબરીયા

જ્યારે સારવાર દરમિયાન વધુ બે વ્યક્તિઓના મોત થયા

  • દિશાબેન (મહિલા)

  • ગોરધનભાઈ ડોબરીયા

પાંચેય મૃતકો ડોબરીયા પરિવારના સભ્યો હોવાનું માલૂમ પડ્યું છે. કિયા સેલ્ટોસ કારમાં મુસાફરી કરતો પરિવાર ભાવનગરના પાલીતાણા તાલુકાનો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સ્કોર્પિયો કારમાં મુસાફરી કરતા પરિવારના સભ્યો અમદાવાદના રહેવાસી છે.

ઇજાગ્રસ્તોનો સારવાર માટે ખસેડાયાં… 

અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોલેરા – પીપળી – 108 એમ્બ્યુલન્સ તથા એક અન્ય ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ પણ બે વ્યક્તિઓની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે.

પોલીસ તપાસ હાથ ધરાઈ

અકસ્માતના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. કારોની ટક્કર કેવી રીતે થઈ અને વેગ કે લાપરવાહી એ કારણ બન્યા કે કેમ એ અંગે તપાસ ચાલી રહી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">