દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયેલા તોફાનોમાં ગુજરાતી વેપારીઓને ભારે નુકશાન

ડરબનમાં સંખ્યાબંધ ગુજરાતી વેપારીઓના સ્ટોરમાં તોડફોડ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. આ તોફાનો બાદ દક્ષિણ આફ્રિકામાં વર્ષોથી વેપાર ધંધો કરીને સ્થાયી બનેલા ગુજરાતી પરિવારોમાં ચિંતા વધી છે.

દક્ષિણ આફ્રિકાના ડરબન(Durban )માં થયેલા તોફાનોમાં ગુજરાતી વેપારીઓને ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. ડરબનમાં સંખ્યાબંધ ગુજરાતી(Gujarati)  વેપારીઓના સ્ટોરમાં તોડફોડ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. આ તોફાનો બાદ દક્ષિણ આફ્રિકામાં વર્ષોથી વેપાર ધંધો કરીને સ્થાયી બનેલા ગુજરાતી પરિવારોમાં ચિંતા વધી છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ચાલી રહેલી હિંસામાં ભારતીયોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી આફ્રિકાના જુદા જુદા શહેરોમાં હિંસા ફાટી નીકળી છે, જેમાં અત્યાર સુધીમાં 70 લોકોનાં મોત નીપજ્યાં છે. તોફાની લોકો શોપિંગ મોલ્સમાં તોડફોડ કરી લોકોના ઘરો, દુકાનોની લૂંટ ચલાવી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે દક્ષિણ આફ્રિકામાં ખાદ્ય પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે લોકોએ ખાણી-પીણીની કટોકટીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : Surat: એક બકરો 11 લાખમાં વેચાયો! ઈદને લઈ બિલ્ડરે 192 કિલોનો ખાસ બકરો ખરીદ્યો

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : ભારતીય ખેલાડીઓનું પહેલુ દળ ટોક્યો જવા રવાના, રમત-ગમત મંત્રીએ આપી શુભેચ્છાઓ

Click on your DTH Provider to Add TV9 Gujarati