કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોકટર – નર્સને થયો કોરોના

સુરતમાં Surat ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા કોરોનાના દર્દીઓની સંખ્યા બહુ જ નોંધપાત્ર રીતે વધી રહી છે. કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા છતા, કોરોના કાળમાં દેવદુત અને કોરોના વોરિયર્સ Corona's warriors બનેલા ડોકટર અને નર્સ કોરોનાની ઝપટમાં આવ્યા છે.

  • Bipin Prajapati
  • Published On - 10:28 AM, 31 Mar 2021
કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોકટર - નર્સને થયો કોરોના
કોરોના વોરિયર્સને થયો કોરોના

સુરતમાં Surat કોરોનાના દર્દીઓની સારવાર કરનારા તબીબ અને નર્સને જ કોરોના corona થતા તબીબ જગતમા ભયનો માહોલ સર્જાયો છે.  સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રોજબરોજ વધી રહેલા કેસને ધ્યાને લઈને, કોરોનાના દર્દીઓ સુરત સ્મીમેર હોસ્પિટલમાં નિદાન અને સારવાર માટે જતા હોય છે. પરંતુ દર્દીઓનો ઘસારો એટલી મોટી માત્રામાં હોય છે કે, કોરોનાના દર્દીઓની સારવાર કરનારા ડોકટર અને નર્સ જ કોરોનાનો ભોગ બન્યા છે.

સુરતમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા કોરોનાના દર્દીઓની સંખ્યા બહુ જ નોંધપાત્ર રીતે વધી રહી છે. કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા છતા, કોરોના કાળમાં દેવદુત અને કોરોના વોરિયર્સ બનેલા ડોકટર અને નર્સ કોરોનાની ઝપટમાં આવ્યા છે. સુરતની સરકારી સ્મીમર હોસ્પિટલના 3 ડોકટર અને 1 નર્સને કોરોના થયો છે. તો સુરત સ્થિત ખાનગી હોસ્પિટલના 8 તબીબોને કોરોના થયો છે.

કોરોના કાળમાં પ્રજાકીય કાર્યો કરવામાં સતત રત રહેલા સુરત મહાનગરપાલિકાની કર્મચારીઓને પણ કોરોના થયો છે. મહાનગરપાલિકાના ડોકટર, એન્જિનીયર, કર્મચારીઓ અને સનદી અધિકારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. સુરત મહાનગરપાલિકાની યુએસડી વિભાગના કારકુન, ફિઝીયોથેરાપિસ્ટ પણ કોરોના સંક્રમિત થયા છે. સુરતમાં રોજબરોજ વધી રહેલા કેસમાં, 38 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.  જેઓ સુપર સ્પ્રેડરની કક્ષામાં આવે છે તેવા 72 વેપારીઓને પણ કોરોના થયો છે.

સુરત શહેરમાં 7 શિક્ષક, 8 બેંક કર્મચારી અને વીજ કંપનીના બે કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. સુરત સ્થિત કોલેજના બે પ્રોફેસર, ટેક્સટાઈલ સાથે સંકળાયેલા 38 કર્મચારીઓ અને હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 21 લોકો પોઝીટીવ આવ્યા છે.