Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરોધના વચ્ચે પાળિયાદ ધામના સંતોની રૂપાલા સાથે મુલાકાત, કાઠી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ભયલુબાપુ અને નિર્મળાબા સાથે બેઠક- Video

ક્ષત્રિય સમાજ અને કાઠી સમાજના વિરોધ વચ્ચે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાળિયાદ ધામના ગાદીપતિ નિર્મળાબાએ રૂપાલાના ઘરે આવ્યા હતા અને તેમને આશિર્વાદ આપ્યા હતા. કાઠી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન પાળિયાદ ધામના ભયલુબાપુ અને નિર્મળાબાએ રૂપાલા સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી.

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 13, 2024 | 10:43 PM

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાળીયાદ ધામના ગાદીપતિ નિર્મળાબા અને દેવલઆઈ તેમજ ભયલુબાપુએ પરશોત્તમ રૂપાલાના ઘરે પધરામણી કરી અને પરશોત્તમ રૂપાલાને આશીર્વાદ આપ્યા હતા. કાઠી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન પાળિયાદધામના સંતોએ રૂપાલાના રાજકોટ ખાતેના ઘર પર પધરામણી કરી હતી. પાળીયાદ ધામના ભયલુબાપુ, નિર્મળાબા અને દેવલ આઈએ રૂપાલા સાથે બેઠક કરી હતી. આવતીકાલે રાજકોટમાં યોજાનાર ક્ષત્રિય સમાજના સંમેલન પહેલા કાઠી માજના સંતોની રૂપાલા સાથેની આ મુલાકાત ઘણી સૂચક મનાઈ રહી છે.

હાલમાં એકતરફ લોરકસભાની ચૂંટણી નજીક છે પરંતુ પરંતુ, પરશોત્તમ રૂપાલા અંગે શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ આ મુદ્દો વધુ ગરમાઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં છે અને આ માટે આવતી કાલે રાજકોટમાં ક્ષત્રિયોના મહાસંમેલનની તૈયારી કરી દેવામાં આવી છે.

રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો
Plant In Pot : ઘરે આ રીતે ગુલાબ ઉગાડશો તો ફૂલોનો થઈ જશે ઢગલો
આજનું રાશિફળ તારીખ : 14-03-2025
Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

બીજી તરફ સુરેન્દ્રનગરનો કાઠી સમાજ પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યો છે અને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે. ગત રોજ કાઠી સમાજ દ્વારા રૂપાલાને સમર્થનની જાહેરાત બાદ આજે કેટલાંક કાઠી આગેવાનો આગળ આવ્યા હતા અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. જો કે વિરોધના આ વંટોળ વચ્ચે રૂપાલા પ્રચાર પ્રસાર કરતા દેખાઈ રહ્યા છે. રાજકોટમાં રોડ શો, સભાઓ, ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે રૂપાલા ખુલ્લી જીપમાં પ્રચાર માટે નીકળયા હતા. રાજકોટના વોર્ડ નંબર એકમાં તેમણે પ્રચાર કરીને મત આપવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં 8 પૈકી 4 બેઠકો પર કોંગ્રેસે લેઉવા પાટીદાર ઉમેદવારને ઉતાર્યા મેદાને, કેટલુ ફળશે પાટીદાર કાર્ડ, કોંગ્રેસની નૈયાને લગાવશે પાર? -વાંચો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">