પરશોત્તમ રુપાલા
પરશોત્તમ ખોડાભાઈ રૂપાલા ભાજપ નેતા અને રાજ્યસભાના સભ્ય છે. પરષોત્તમ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. પરશોત્તમ રુપાલાએ બી.એસસી. અને બી.એડ.નો અભ્યાસ કરેલો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે 1977થી 1983 દરમિયાન હામાપુર ખાતે માધ્યમિક શાળામાં શાળાના આચાર્ય તરીકે સેવા આપી હતી. તેઓ નવેમ્બર 1983થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર હતા.
રૂપાલા 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. 1992માં ભારતીય જનતા પાર્ટીના સચિવ તરીકે તેમણે સેવા શરૂ કરી હતી. તેમણે અમરેલીમાં કડવા પાટીદાર ટ્રસ્ટના ટ્રસ્ટી, માદડ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાત વીજ બોર્ડ યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપી હતી.તેઓ અમરેલી ગુજરાત વિધાનસભામાં 3 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ નર્મદા સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે.
કોંગ્રેસના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના અવસાન બાદ પેટાચૂંટણીમાં જૂન 2016માં તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. મે 2019થી જુલાઈ 2021 સુધી તેમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા.