CS ની પરીક્ષામાં ઝળક્યા અમદાવાદના સિતારા, નીલ મહેતાએ ઓલ ઇન્ડીયામાં મેળવ્યો છઠ્ઠો રેન્ક

CS ફાઇનલ અને એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ જાહેર થયું છે. CS ફાઇનલનું ઓલ ઇન્ડિયા જુના કોર્ષનું એ ગ્રુપનું 27.88 ટકા, બી ગ્રુપનું 28.26 ટકા અને સી ગ્રુપનું 33.37 ટકા પરિણામ જાહેર થયુ છે.

  • Tv9 Webdesk18
  • Published On - 23:24 PM, 25 Feb 2021
CS ની પરીક્ષામાં ઝળક્યા અમદાવાદના સિતારા,  નીલ મહેતાએ ઓલ ઇન્ડીયામાં મેળવ્યો છઠ્ઠો રેન્ક

CS ફાઇનલ અને એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ જાહેર થયું છે. CS ફાઇનલનું ઓલ ઇન્ડિયા જુના કોર્ષનું એ ગ્રુપનું 27.88 ટકા, બી ગ્રુપનું 28.26 ટકા અને સી ગ્રુપનું 33.37 ટકા પરિણામ જાહેર થયુ છે. જ્યારે CS ફાઇનલનું ઓલ ઇન્ડિયા નવા કોર્સનું એ ગ્રુપનું 19.39 ટકા, બી ગ્રુપનું 17.81 ટકા અને સી ગ્રુપનું 34.52 ટકા પરિણામ જાહેર થયું છે.

 

 

CS એક્ઝિક્યુટિવનું જુના કોર્સનું ઓલ ઇન્ડિયાએ ગ્રુપનું 15.21 ટકા અને બી ગ્રુપનું 21.28 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે CS એક્ઝિક્યુટિવનું નવા કોર્સનું ઓલ ઇન્ડિયાએ ગ્રુપનું 8.27 ટકા અને બી ગ્રુપનું 15.49 ટકા પરિણામ જાહેર થયું છે. CS ફાઇનલમાં અમદાવાદના નીલ મેહતાએ બાજી મારી છે. તો નીલ મેહતાએ ઓલ ઇન્ડિયા છઠ્ઠો રેન્ક મેળવી જ્વલંત સફળતા મેળવી છે. જ્યારે CS એક્ઝિક્યુટિવમાં અમદાવાદના અંકુલ પટવાએ ઓલ ઇન્ડિયા 11મો રેન્ક મેળવ્યો છે. જ્યારે CS એક્ઝિક્યુટિવમાં અમદાવાદની અંજલિ પાલીવાલે ઓલ ઇન્ડિયા 23મો રેન્ક મેળવ્યો છે.