AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC 2026: વર્લ્ડ કપ ટ્રોફી લઈને હનુમાન મંદિર પહોંચ્યા, સૂર્યકુમાર યાદવ, ગૌતમ ગંભીર અને આઈસીસી ચેરમેન, જુઓ વીડિયો

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026 જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર ટ્રોફી લઈ અમદાવાદના હનુમાન મંદિર પહોંચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

T20 WC 2026: વર્લ્ડ કપ ટ્રોફી લઈને હનુમાન મંદિર પહોંચ્યા, સૂર્યકુમાર યાદવ, ગૌતમ ગંભીર અને આઈસીસી ચેરમેન, જુઓ વીડિયો
| Updated on: Mar 09, 2026 | 1:16 PM
Share

ભારતીય ટીમનો આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ની જીતનો જશ્ન ચાલુ છે.વર્લ્ડ કપ ટ્રોફી લઈને ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ , હેડ કોચ ગૌતમ ગંભીર અને આઈસીસી ચેરમેન જય શાહ અમદાવાદના પ્રસિદ્ધ હનુમાન મંદિર પહોંચ્યા હતા. હનુમાન મંદિરમાં પુજા-અર્ચના કરી હતી. વર્લ્ડકપ જીત્યા બાદ હનુમાન મંદિરે પહોંચ્યા હતા. ટીમના ઉજ્જવલ ભવિષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી.

ભારતે 96 રનથી જીત મેળવી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે પહેલા બેટિંગ કરી 255 રનનો સ્કોર કર્યો હતો. આ ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં અત્યારસુધીનો સૌથી મોટો સ્કોર હતો. ન્યુઝીલેન્ડની ટીમ આ ટાર્ગેટ સુધી પહોંચી શકી નહી અને ભારતે 96 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે ભારત ટી20 વર્લ્ડકપ 3 વખત જીતનાર પહેલો દેશ બન્યો છે. તેમજ ઘર આંગણે વર્લ્ડકપ જીતનાર પહેલો દેશ છે. આ સાથે ટીમ ઈન્ડિયા સૌથી વધારે વખત ટી20 વર્લ્ડકપ જીતનારી ટીમ બની ગઈ છે.

2024માં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો.

બે ICC ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોચ

ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને 2026નો T20 વર્લ્ડ કપ જીત્યો, અને ગૌતમ ગંભીરે ઇતિહાસ રચ્યો. તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી.જેનું કનેક્શન આઈસીસી ખિતાબ સાથે છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે 2 આઈસીસી ખિતાબ પોતાને નામ કર્યા છે. તો સૂર્યકુમાર યાદવે આ ટૂર્નામેન્ટમાં 9 મેચ રમી છે. જેમાં કુલ 242 રન બનાવ્યા છે. 2026 ટી20 વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવનારો ત્રીજો બેટ્સમેન છે. જેમાં એક અડધી સદી પણ સામેલ છે.

ટીમની જીત સાથે દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સેલિબ્રિટીઓ ટીમને શુભકામના પાઠવી રહી છે.

 T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

Follow Us
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
g clip-path="url(#clip0_868_265)">