Surat : બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા,એક્સપાયરી ડેટ વિતેલો આઈસ્ક્રીમનો જથ્થો ઝડપાયો, જુઓ Video
સુરતમાં ફરી એક વખત આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. સુરતના બમરોલીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ડેરી અને ખાણી-પીણીના એકમો પર તપાસ હાથ ધરવામાં આવી છે. એક્સપાયરી ડેટ વિતેલો આઈસ્ક્રીમ મળી આવ્યો છે.
સુરતમાં ફરી એક વખત આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. સુરતના બમરોલીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ડેરી અને ખાણી-પીણીના એકમો પર તપાસ હાથ ધરવામાં આવી છે. એક્સપાયરી ડેટ વિતેલો આઈસ્ક્રીમ મળી આવ્યો છે. ઘણી દુકાનોમાંથી અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા બમરોલીમાં આવેલી ડેરી અને ખાણી-પીણીના એકમો પર તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાંથી એક્સપાયરી ડેટ વિતેલો આઈસ્ક્રીમ મળી આવ્યો છે.
બીજી તરફ સુરતમાં ડેરીના ગોડાઉન અને દુકાનોમાં એક અઠવાડિયામાં 4 વખત આરોગ્ય વિભાગે તપાસ કરીને પનીરના નમૂના લેવાયા હતા. મહત્વનું છે કે આ પ્રકારનું પનીર આરોગ્ય બાદ શરીરમાં પાચનક્રિયામાં તકલીફ ઉભી થાય છે. જોકે આરોગ્ય વિભાગે કડક પગલાં લેવાની તૈયારી દર્શાવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
