AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસ 2400 આરોપીના ડોઝિયર તૈયાર કરશે

સુરત પોલીસ કમિશનરે, સંવેદનશીલ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની એક યાદી તૈયાર કરી છે. જેમાં 2400 આરોપીઓનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાં પાછલા 30 વર્ષમાં હથિયાર ધારા હેઠળ પકડાયેલા, બનાવટી ચલણી નોટના કેસમાં, એક્સપ્લોઝીવ એકટ, ઉપરાંત અન્ય ટેરર એકટ,  NDPS એકટ અને ઓઇલ ચોરી હેઠળ નોંધાયેલા ગુનાના આરોપીની માહિતી તૈયાર કરાઈ છે. 

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસ 2400 આરોપીના ડોઝિયર તૈયાર કરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2025 | 6:14 PM
Share

દિલ્હીમાં ગત 10 નવેમ્બરના રોજ સાંજના સમયે લાલ કિલ્લા પાસે આતંકવાદીઓએ કારમાં કરેલા આત્મઘાતી વિસ્ફોટમા 13 લોકોના મોત થયા હતા. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ, ગુજરાત પોલીસ મહાનિર્દેશકે, રાજ્યભરની પોલીસને સંવેદનશીલ ગુનામાં પકડાયેલા આરોપીઓના ડોઝિયર તૈયાર કરવાનો આદેશ કર્યો હતો. જેના ભાગરુપે, સુરત પોલીસે, વિવિધ ગુનામાં સંડોવાયેલા 2400 આરોપીના ડોઝિયર તૈયાર કરવાનુ નક્કી કર્યું છે. જેમાં અત્યાર સુધીમાં 700 આરોપીઓના ડોઝિયર તૈયાર કરી લેવાયા છે.

DGPના આદેશ બાદ પોલીસ એકશનમાં

સુરત પોલીસ કમિશનરે, સંવેદનશીલ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની એક યાદી તૈયાર કરી છે. જેમાં 2400 આરોપીઓનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાં પાછલા 30 વર્ષમાં હથિયાર ધારા હેઠળ પકડાયેલા, બનાવટી ચલણી નોટના કેસમાં, એક્સપ્લોઝીવ એકટ, ઉપરાંત અન્ય ટેરર એકટ,  NDPS એકટ અને ઓઇલ ચોરી હેઠળ નોંધાયેલા ગુનાના આરોપીની માહિતી તૈયાર કરાઈ છે.  આ તમામ આરોપીના ડોઝિયર બનાવવામાં આવ્યું છે.

આરોપીના ડોઝિયરમાં કઈ વિગતો હશે ?

હાલમાં આરોપી કેવો દેખાય છે, તેની પાસે કેટલી પ્રોપટી છે, આરોપી ક્યાં રહે છે આ તમામ બાબતો ડોઝિયરમાં એકઠી કરવામાં આવશે. જેમના પણ ડોઝિયર બનાવવાના છે તેવા આરોપીના અલગ અલગ 3 એંગલથી લેવાયેલા ફોટો સહિતની તમામ વિગતો પોલીસ મેળવશે. જે આરોપી અન્ય રાજ્યોમાં ગયા છે તેમની માહિતી મેળવવા જે તે રાજ્યની પોલીસની પણ મદદ લેવાઈ રહી છે. 2400 કરતા વધુ આરોપીનો ડોઝિયર તૈયાર કરવામાં આવશે. હાલ 700 લોકોની વિગત લેવાઈ ગઈ છે અને અન્ય કામગીરી 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ભૂતકાળમાં સુરતમાં અને અમદાવાદમાં બોમ્બ મૂકવામાં સંડોવાયેલા પર નજર રાખવામાં આવશે.

આરોપીઓના ફોટા AI ડેટાબેઝમાં અપલોડ

આ ઈસમો કોને મળે છે અને શું-શુ પ્રવૃત્તિ કરે છે તે તમામ ગતિવિધિ પર પોલીસ નજર રાખી રહી છે. તમામ DCP, ACP સહિતનાં અધિકારીઓ આ કામગીરી કરી રહ્યા છે. જે આરોપી વોન્ટેડ છે તેમનાં ફોટો AI ડેટાબેઝમાં અપલોડ કરાયા છે. જેથી કેમેરા પણ આ આરોપીને ડિટેકટ કરી શકે અને આરોપી પકડાઈ શકે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">