સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો મોટો ફટકો, અસલી હીરાના ભાવમાં એક સપ્તાહમાં 10% નો ઘટાડો
અસલી હીરાની ઘટતી માગને કારણે નેચરલ રફ ડાયમંડના ભાવમાં એક સપ્તાહમાં જ 10%નો તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે હીરા વેપારીઓને ડબલ ઝટકો સહન કરવો પડી રહ્યો છે. બીજી તરફ વૈશ્વિક બજારમાં લેબગ્રોન ડાયમંડની માગ ઝડપથી વધી રહી છે, જે ઉદ્યોગના સંતુલનમાં ફેરફાર લાવી રહી છે. તેથી વેપારીઓ લેબગ્રોન હીરા માટે સ્પષ્ટ સરકારી પોલિસીની માંગ ઉઠાવી રહ્યા છે.
વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબ સુરતમાં ફરી એકવાર વૈશ્વિક મંદીની અસર વર્તાઈ રહી છે. યુદ્ધ, અમેરિકા-યુરોપની મંદી અને લેબ-ગ્રોન ડાયમંડની વધતી માગને કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. નાની સાઇઝના અસલી (નેચરલ) રફ ડાયમંડના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક 10 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
લેબ-ગ્રોન ડાયમંડ 70% થી 80% ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય ગ્રાહકો હવે સસ્તા વિકલ્પ તરફ વળી રહ્યા છે. આના કારણે ઊંચા ભાવે રફ હીરા ખરીદનાર વેપારીઓને બજારમાં માલ વેચતી વખતે યોગ્ય ભાવ મળતો નથી, જેથી તેમને બેવડો માર પડી રહ્યો છે.
આ ભાવ ઘટાડાની સીધી અસર નાની સાઇઝના હીરા પર કામ કરતા રત્નકલાકારોની રોજગારી પર પડવાની શક્યતા છે. ઉદ્યોગની ચમક પાછી લાવવા માટે લેબગ્રોન અને નેચરલ હીરા માટે ચોક્કસ નીતિ બનાવવાની માગ ઉઠી છે.
{Input Credit- Baldev- Surat}
સુરતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

