Surat : સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો રિપોર્ટમાં ખુલાસો, એક સંચાલકની ધરપકડ, જુઓ Video
સુરતની સુરભી ડેરીનું પનીરના મિલાવટના મામલામાં મોટો ખુલાસો થયો છે. સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો રિપોર્ટ ખુલાસો થતાની સાથે જ એક સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેઈલ જતા કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતની સુરભી ડેરીના પનીરના મિલાવટના મામલામાં મોટો ખુલાસો થયો છે. સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો રિપોર્ટ ખુલાસો થતાની સાથે જ એક સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેઈલ જતા કાર્યવાહી કરવામાં આવી છે. નકલી પનીર હોવાનો ખુલાસો થતા જ ડેરીના સંચાલક પર ગુનો દાખલ કરી 1ની ધરપકડ કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યા છે.
એક સંચાલકની ધરપકડ
ઉલ્લેખનીય છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો એટલે કે નકલી પનીર હોવાનો રિપોર્ટ સામે આવતા જ અન્ય એક સંચાલક ફરાર થયો છે. જેને દબોચવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
700 કિલોથી વધુ પનીરના જથ્થાનો નાશ કરાયો
મહત્વનું છે કે ટૂંક સમય અગાઉ સુરભી ડેરી પર ફૂડ વિભાગે દરોડા પાડતા 700 કિલોથી વધુ પનીરના જથ્થાનો નાશ કરાયો હતો. નકલી પનીર સસ્તી કિંમતે લારી અને રેસ્ટોરન્ટમાં વેચાતું હોવાનું સામે આવતા ફૂડ વિભાગે તવાઈ બોલાવી હતી. પનીરના નમૂના ફેઈલ જતાં ફૂડ વિભાગ અને SOGની ટીમે સુરભી ડેરીના સંચાલકો વિરૂદ્ધ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ ગુનો નોંધ્યો છે. સાથે જ એક સંચાલકની ધરપકડ કરીને અન્ય ફરાર સંચાલકને દબોચવા કાર્યવાહી હાથ ધરી છે.
